સ્માર્ટ વીજ મીટરના વિરોધમાં કોંગ્રેસ સાથે હવે આપ પણ જોડાયું
ગુજરાતમાં વીજ કંપની દ્વારા સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાનું શરુ કરવામાં આવ્યું છે તેના વિરોધ માટે સુરતમાં લડતના શ્રી ગણેશ થઈ ગયાં છે. સુરતમાં કોંગ્રેસ બાદ હવે વિરોધ કરવામાં કોગ્રેસ બાદ આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે. અત્યાર સુધી સોશિયલ મિડીયામાં વિરોધ કર્યા બાદ પાલિકાના વિપક્ષી નેતાએ કોંગ્રેસ આંદોલન ચલાવી રહી છે તેવા પુણા વિસ્તારની સોસાયટીઓમાં બેઠક કરીને સ્માર્ટ મીટરનો વિરોધ કરવાનું શરુ કર્યું છે. પાલિકાના વિપક્ષી નેતાએ કહ્યું છે, જનતા લૂંટવાનું સ્માર્ટ મીટર નું આયોજન ની વિરુદ્ધ મજબૂતી થી લડીશું.
વીજ કંપનીએ સ્માર્ટ મીટર લગાવવાની શરુઆત કરી ચે દિવસથી જ કોંગ્રેસે પુણા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કર્યો છે. કોંગ્રેસને પુણા વિસ્તારમાં વિરોધ પ્રદર્સનને સમર્થન મળી રહ્યું છે પુણા વિસ્તારના ના ઘરેથી સ્માર્ટ વીજ મીટર સામે વ્યક્તિ ગત વાંધા અરજી કરી વિરોધ નોંધાવવામાં અને દરેક સોસાયટીમાં લોકોને જાગૃત કરવા નિર્ણય કરવામા આવ્યો છે અને તેનો અમલ પણ શરુ થઈ ગયો છે.
સ્માર્ટ વીજ મીટરના વિરોધમાં કોંગ્રેસ સાથે હવે આપ પણ જોડાયું#Surat #AAP #Congress #SmartPowerMeter pic.twitter.com/O0hUwxnQte
— Gujarat Samachar (@GujaratSamacha6) May 21, 2024
કોંગ્રેસે સ્માર્ટ મીટર સામેના વિરોધ આંદોલનના શ્રી ગણેશ સાથે પાલિકાના કેલાક વિપક્ષી કોર્પોરેટરોએ શોશિયલ મિડિયીમાં સ્મર્ટ મીટરનો વિરોધ કર્યો હતો અને વીજ કંપનીને ચીમકી પણ આપી હતી. જોકે, ત્યાર બાદ આજે અચાનક પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ પુણા વિસ્તારમાં સ્માર્ટ મીટર સામે વિરોધ પ્રદર્શનની શરુઆત કરી છે. વિપક્ષી નેતાએ કહ્યુ છે, જનતાના વિરોધની વચ્ચે પણ સ્માર્ટ મિટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે પુણાગામ ની રાજલક્ષ્મી સોસાયટી અને ભૂમિપાર્ક સોસાયટીમાં સ્માર્ટ મીટર વિરોધમાં મિટિંગ કરી ને સ્માર્ટ મીટર ની વિરુદ્ધ માં લડાઈમાં સમર્થન મળ્યું. સોસાયટી ના લેટર પેડ પર લેખિતમાં સમર્થન મેળવ્યું અને આ લડાઈ માં જ્યાં જરૂર પડે ત્યાં સાથે રહેવા સોસાયટીએ વિશ્વાસ આપ્યો. છે. આ ઉપરાંત દરરોજ અલગ અલગ સોસાયટીઓ માં મીટીંગો કરીને આ લડાઈ જન જન સુધી પહોંચાડીશું અને આ જનતા લૂંટવાનું સ્માર્ટ મિટર નું આયોજનની વિરુદ્ધ મજબૂતી થી લડીશું તેવી ચીમકી પણ આપી છે.