મચ્છીપીઠ વિસ્તારમાં થયેલા હિચકારા હુમલાના બનાવમાં નામચીન શહેજાદ પકડાયો
વડોદરાઃ મચ્છીપીઠમાં તાજેતરમાં જૂના ઝઘડાની અદાવતે ૧૦ હુમલાખોરોના ટોળાએ કરેલા હુમલાના બનાવમાં પોલીસે નામચીન આરોપીને ઝડપી પાડયો હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે.
મચ્છીપીઠ વિસ્તારમાં તાજેતરમાં જૂની અદાવતને કારણે મારક હથિયારો વડે હુમલો કરવાના બનેલા બનાવમાં એક મહિલા સહિત છ જણાને ઇજાઓ પહોંચી હતી.જે બનાવ અંગે વાડી જંહાગીરપુરા મહોલ્લામાં રહેતો યામીન નુરૃદ્દીને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સાહીલ શેખ તેમજ સલીમ મસાણીયા મર્ડર કેસમાં ચર્ચામાં રહેલા શહેજાદ પીપોડી,આસિફ તીતલી સહિતના હુમલાખોરો સામે ગુનો નોંધ્યો હતો.
આ ગુનામાં ફરાર થઇ ગયેલા શહેજાદને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.જ્યારે,અન્ય આરોપીઓને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને કારેલીબાગ પોલીસની ટીમો કામે લાગી છે.