વડોદરાના ભૂતડીઝાપાના યુવક પાસે 1 લાખની ખંડણી માંગી 11000 કાઢી લેવાના ગુનામાં નામચીન હુસેન સુન્ની ઝડપાયો
Vadodara : વડોદરાના ભૂતડીઝાપા વિસ્તારમાં એક યુવકને પાસે ખંડણી માંગી ધમકી આપવાના તેમજ 11000 અને ક્રેડિટ કાર્ડ કાઢી લેવાના બનાવમાં પોલીસે નામચીન ગુનેગાર હુસેન સુન્નીની ઝડપી પાડ્યો છે.
ભૂતડી જપા કાસમ આલા કબ્રસ્તાન નજીક રહેતા અને એસી રીપેરીંગનું કામ કરતા જાફર મોહમ્મદભાઈ સિદ્દીક દીવાને પોલીસને કહ્યું છે કે, આજથી ત્રણેક મહિના પહેલા ભુતડીજાપા પાસે મો.સલીમ ઉર્ફે હલીમા પઠાણ નામના શખ્સે મને રોકી એક લાખ રૂપિયા માંગ્યા હતા. જે મેં આપવાનો ઇન્કાર કર્યો હતો. જેથી સાલીને મારા ખિસ્સામાંથી રોકડાનું 11000 તેમજ ક્રેડિટ કાર્ડ કાઢી લીધા હતા. આંખ ક્રેડિટ કાર્ડમાંથી 80,000 અને 85 હજારના બે વ્યવહાર થતા મેં આ કાર્ડ બંધ કરાવી દીધું હતું.
દરમિયાનમાં બે દિવસ પહેલા તા 28મી ડિસેમ્બરે સાંજના સમયે હું સ્કૂટર ઉપર એ.સીનું કામ પતાવીને પરત આવી રહ્યો હતો, ત્યારે હાથીખાના ગેટની સામે અકબર સુનની એ મને ઉભો રાખ્યો હતો અને સલીમની રૂપિયા પૈસાની મેટર પતાવી લેવા ધમકી આપી હતી. તેની સાથે સલીમ પઠાણ પણ હતો અને તેણે રિવોલ્વોર જેવું સાધન બતાવી મારી સાથે સમાધાન કરી લે, નહિતર આ તારી સગી નહીં થાય તેવી ધમકી આપી હતી.
યુવકે કહ્યું છે કે, આ સમયે હુસેન સુન્ની પણ આવી ગયો હતો અને તેણે પણ પરિણામ સારું નહીં આવે એમ કહી ધમકી આપી હતી. જેથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચે હુસેન સુન્નીને દબોચી લઈ કારેલીબાગ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે હુસેન સામે 60 થી વધુ ગુના નોંધાયા છે અને પાસા હેઠળ જેલ પણ જઈ આવ્યો છે.