Get The App

જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને જાહેરનામું બહાર પડાયું, 20 બેઠકો બિનઅનામત જાહેર

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને જાહેરનામું બહાર પડાયું, 20 બેઠકો બિનઅનામત જાહેર 1 - image


Municipal Corporation in Junagadh Election : જૂનાગઢમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની સામાન્ય ચૂંટણીને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે, ત્યારે 15 વૉર્ડના મતદારો અને અનામત બેઠકને લઈને ચૂંટણીપંચ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 15 વૉર્ડને લઈને મતદાર-અનામત બેઠકની જાહેરાત કરી છે. જેમાં કુલ 60 બેઠકો છે. જ્યારે કુલ અનામત બેઠકો 40 અને બિનઅનામત બેઠકો 20 છે. 

આ પણ વાંચો : પ્રિયાંશુ હત્યા કેસ: આરોપી કોન્સ્ટેબલના 10 દિવસના રિમાન્ડ મંજૂર, ગુનામાં વપરાયેલી કાર કબજે લેવાઈ

ચૂંટણીપંચે વૉર્ડના મતદારો-અનામત બેઠકની જાહેરાત કરી

જૂનાગઢમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી છેલ્લા ઘણાં સમયથી થઈ નથી, તેવામાં હવે રાજ્યના ચૂંટણીપંચે કૉર્પોરેશનની ચૂંટણીને લઈને વૉર્ડના મતદારો અને અનામત બેઠકની જાહેરાત કરી છે, ત્યારે જૂનાગઢમાં કોઈપણ નજીકના સમયમાં સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે. 

રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કુલ 15 વોર્ડને લઈને મતદાર-અનામત બેઠકની જાહેરાત કરી છે. જેમાં કુલ 60 બેઠકો છે. જ્યારે કુલ અનામત બેઠકો 40 અને બિનઅનામત બેઠકો 20 છે. 

જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને જાહેરનામું બહાર પડાયું, 20 બેઠકો બિનઅનામત જાહેર 2 - image

જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને જાહેરનામું બહાર પડાયું, 20 બેઠકો બિનઅનામત જાહેર 3 - image


Google NewsGoogle News