Get The App

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ભાડે અપાયાની ફરિયાદ : 150 મકાનો પર નોટિસો ચિપકાવી

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ભાડે અપાયાની ફરિયાદ : 150 મકાનો પર નોટિસો ચિપકાવી 1 - image

image : Filephoto

Vadodara : વડોદરા શહેરના દક્ષિણ છેવાડે આવેલા બીલ ગામે આજે વહેલી સવારે વુડાની ટીમ ત્રાટકી હતી. બિલ અર્બન રેસીડેન્સી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 532 મકાનો પૈકી કેટલાક મકાન માલિકોએ મકાનો ભાડે આપી દીધાની વિગતો અંગે ફરિયાદ મળતા 150 જેટલા બંધ મકાનો પર નોટિસો ચિપકાવી દીધી હતી. જોકે વુડાની ટીમે નોટિસો આપવામાં કાચું કાપ્યું હતું. મકાનમાં હાજર અનેક મકાન માલિકોએ વુડાની ટીમ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે શહેર નજીક દક્ષિણ છેવાડે આવેલા બિલ ગામ ખાતે અર્બન રેસીડેન્સી પ્રધાનમંત્રી આવાસ યોજનાના 532 મકાનોના કુલ 11 જેટલા ટાવર છે. આ મકાનોમાં કેટલાય માલિકોએ પોતાના મકાન ભાડે આપેલ હોવાની ફરિયાદ વુડા ઓફિસમાં મળી હતી. જેથી આજે વહેલી સવારે કેટલાય મકાન માલિકો સવારે મકાનમાં સુતા હતા અને કેટલાય નોકરીએ ગયા હતા ત્યારે ત્રાટકેલી વુડાની ટીમે કોઈપણ જાતની તપાસ કર્યા વિના અંદાજિત 150 જેટલા બંધ મકાનોના બારણે નોટિસો ચિપકાવી દીધી હતી. જ્યારે બીજી બાજુ મોટાભાગના આ તમામ બંધ મકાનોના માલિકો ક્યાંક બહાર ગયા હતા કે નોકરીએ ગયા હતા એવા ટાઈમે નોટીસો ચિપકાવી દીધી હતી. જ્યારે બીજી બાજુ જે મકાનોના દરવાજે નોટિસો ચિપકાવી હતી તે પૈકીના કેટલાય મકાન માલિકો ઘરમાં સુતા હતા કે પછી પોતપોતાના કામે કે પછી નોકરીએ ગયા હોવાની આજુબાજુના રહીશોએ જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં જેમની પાસે મકાન નથી એવા લોકો આવી યોજનામાં ફોર્મ ભરે છે અને મકાન મેળવે છે. પરંતુ આવા બંધ મકાનો ભાડે અપાયા હોવાની આશંકાથી તપાસમાં ગયેલી વુડાની ટીમે કેટલાય બંધ મકાનોને નોટીસો ચોંટાડી દેતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો હતો. સ્થાનિકોનું કહેવું હતું કે, આવી તપાસ અને નોટિસ ચોટાડવા બાબતે મોડી સાંજે કે દિવસના ગમે ત્યારે ટીમ આવી શકતી હતી. પરંતુ હેરાન કરવાની દ્રષ્ટિએ ટીમ વહેલી સવારે આવી હતી.


Google NewsGoogle News