મહેસાણા જિલ્લામાં સાત ગુલ્લીબાજ ડૉક્ટરોને નોટિસ, આરોગ્ય કેન્દ્રોમાં CDHOનું સરપ્રાઈઝ ચેકિંગ
CDHO Issued Notices To Seven Doctors In Mahesana : મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા આરોગ્ય કેન્દ્રો ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO)ની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં ગેરહાજર રહેનારા સાત ગુલ્લીબાજ ડૉક્ટરોને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
સાત ગુલ્લીબાજ ડૉક્ટરોને નોટિસ ફટકારવામાં આવી
મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે CDHO ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી હતી. જેમાં સાત જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટરો ગેરહાજર જોવા મળ્યા હતા. જેથી તંત્ર દ્વારા ગુલ્લીબાજ સાતેય ડૉક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે.
જિલ્લા પંચાયતના પ્રમુખે શું કહ્યું?
જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ આવેલા આરોગ્ય હેલ્થ સેન્ટરોમાં ગેરહાજર રહેતા ડૉક્ટરોની યાદી આવી હતી. આ પછી ગેરહાજર રહેતા ડૉક્ટર સામે એક્શન લેવા માટે તંત્રને સૂચના આપી હતી.