રાજકોટમાં ૪ મોબાઈલ ટાવર કંપનીઓ પાસે ૧૯.૫૩ કરોડ વસુલવા નોટિસો
માત્ર ૮૭ મોટા બાકીદારો પાસે ૧૨૦ કરોડનો વેરો બાકી
બી.એસ.એન.એલ.,રિલાયન્સ
જિઓ, આરકોમ,જીટીએલ પાસે
વર્ષોથી હાઉસટેક્સ બાકી, અન્ય
મિલ્કતો સીલ કરાય છે પણ અહીં તંત્ર ઢીલુ રહે છે
રાજકોટ : રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા રૃ।.૧૯.૫૩ કરોડનો ટેક્સ વસુલવા બી.એસ.એન.એલ., આર કોમ, રિલાયન્સ જિઓ અને જીટીએલને નોટિસ આપી છે. મનપા સૂત્રો અનુસાર શહેરમાં આવેલા મોબાઈલ ટાવર પર વર્ષોથી મિલ્કતવેરો ભરાયો ન હોય આ નોટિસો અપાઈ છે અને હવે આગળની કાર્યવાહી કરાશે.
શહેરમાં મનપાની અત્યાર સુધીની ટેક્સ આવક રૃ।.૩૨૧ કરોડે
પહોંચી છે જે મોટાભાગે નાના અને મધ્યમવર્ગના લોકોના ટેક્સની આવક છે. મોટાબાકીદારો
પાસે કૂલ રૃ।.૧૦ અબજથી વધુ રકમ બાકી બોલે છે. ૫૦ લાખથી વધુ રકમ બાકી હોય તેવા ૮૭
બાકીદારો પાસે રૃ।.૧૨૦ કરોડનો વેરો બાકી છે જેમાં મોબાઈલ ટાવર કંપનીઓ સામેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પોલીસ,
કલેક્ટર ઓફિસ સહિતની ૩૧ સરકારી બિલ્ડીંગો પાસે પણ વર્ષોથી રૃ।.૮૭.૬૭ કરોડનો વેરો
બાકી છે. પરંતુ, આમ નાગરિકોના
પચાસ હજારથી લાખ રૃ।.ના બાકી વેરા માટે નળજોડાણ કપાત,સીલીંગ સહિતના પગલા
લેતી મનપા આવા મોટા બાકીદારોને માત્ર નોટિસ આપે છે.
આશ્ચર્યની વાત એ છે કે મોબાઈલફોનનો ધંધો નફાકારક છે, બી.એસ.એન.એલ. પણ
નફો કરી રહ્યું છે. ખાનગી કંપનીઓએ તો થોડા સમય પહેલા જ મોબાઈલ ચાર્જમાં વધારો
ઝીંકાયો છે અને કોઈ પણ કંપની જો સમયસર ચાર્જ ન ભરાય તો મોબાઈલ સેવા એક ઝાટકે બંધ
કરી દે છે પરંતુ, આ કંપનીઓ
હાઉસટેક્સ ભરવામાં ઉપેક્ષા રાખે છે જેના કારણે વર્ષોનો વેરો ચડત થઈ ગયો છે.