Get The App

કપડવંજમાં પાલિકાની વધુ 17 દુકાનોને દબાણ દૂર કરવા નોટિસ

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
કપડવંજમાં પાલિકાની વધુ 17 દુકાનોને દબાણ દૂર કરવા નોટિસ 1 - image


નગરમાં બે મહિનામાં 300 દબાણોનો સફાયો

અંતિસર દરવાજા, હિમાલિયા ટાવર અને કુબેરજી ચોકડીની દુકાનોને સાત દિવસનું અલ્ટિમેટમ

કપડવંજ: કપડવંજ નગરપાલિકા વિસ્તારમાં બે સપ્તાહથી દબાણ હટાવ ઝૂંબેશ સતત શરૂ રખાઈ હતી. ત્યારે પાલિકાએ નગરમાં વધુ ૧૭ દુકાનોને દબાણો દૂર કરવા નોટિસો ફટકારી છે. ત્યારે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.

જુલાઈ મહિનામાં પ્રથમ ૯૨ દબાણકર્તાઓને તમામ મ્યુનિ. કાઉન્સિલરોની સહીઓ સાથે દબાણ દૂર કરવા નોટિસો ફટકારાઈ હતી. ત્યારે હાલ દબાણકર્તાઓ આક્રોશેભરાતા કાઉન્સિલરોની કફોડી હાલત થઈ છે. 

કપડવંજ નગરપાલિકા તેમજ તાલુકામાં ગેરકાયદે દબાણકર્તાઓ પર આભ તૂટી પડયું હોય તેમ લાગી રહ્યું છે. 

કપડવંજ નગરપાલિકાના હદમાં વધુ ૧૭ દુકાનોને દબાણો દૂર કરવા નોટિસ ફટકારાઈ છે. જેમાં અંતિસર દરવાજામાં ૯ દુકાનો અને બે ઓટલા, હિમાલિયા ટાવર પાસે ત્રણ દુકાનો જ્યારે કુબેરજી ચોકડીએ ત્રણ દુકાનો મળી ૧૭ દબાણકર્તાઓને નોટિસ અપાઈ છે. જેમાં ૭ દિવસમાં દબાણ દૂર કરવા અલ્ટીમેટમ અપાયું છે. કપડવંજમાં અત્યાસ સુધી પાલિકા અને પી ડબ્લ્યૂ ડી વિભાગ દ્વારા ૩૦૦ જેટલા કાચા- પાકા દબાણો જમીન દોસ્ત કરી દેવાયા છે. ત્યારે હજૂ કોઈની શેહશરમ વગર દબાણ હટાવવાનો સીલસીલો શરૂ જ રાખવાનું પાલિકાએ નક્કી કર્યું છે. ત્યારે પાલિકાના ૨૮ કાઉન્સિલરોને નગરમાં ફરવું પણ મુશ્કેલ બન્યું છે. જેમના દબાણો દૂર થયા તેવા દબાણકર્તાઓ કાઉન્સિલરો ઉપર આક્રોશ સાથે ઉભરો ઠાલવી રહ્યા છે. ત્યારે વધુ નોટિસોથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.


Google NewsGoogle News