Get The App

દાહોદના સાંગા ફળિયામાં સરકારી જમીન પરના દબાણો તોડવા નોટિસ

૫૮થી વધુ મિલકતધારકોને ૧૫ દિવસમાં દબાણો સ્વખર્ચે દૂર કરવા નોટિસથી ફફડાટ

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
દાહોદના સાંગા ફળિયામાં સરકારી જમીન પરના દબાણો તોડવા નોટિસ 1 - image

દાહોદ,દાહોદમાં બહુચચત નકલી એનએ પ્રકરણ સામે આવ્યા બાદ તંત્ર દ્વારા જમીન કૌભાંડમાં હકીકતલક્ષી અહેવાલ મેળવવા હાલ કામગીરી ચાલી રહી છે, તે દરમિયાન એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ અને દાહોદ મામલતદારે કોર્ટ દ્વારા સાંગા ફળિયામાં સરકારી જમીન પર કરવામાં આવેલા પાકા બાંધકામો ૧૫ દિવસમાં દૂર કરવા ૫૮  મિલકતધારકોને નોટિસો ફટકારતા સાંગા ફળિયામાં મિલકતો લોકોના જીવ પુનઃ એકવાર પડીકે બંધાઈ ગયા છે.

દાહોદ કસબાના સાંગા ફળિયામાં રેવન્યૂ સર્વે નંબર ૧૦૦૩ સરકારી પડતર અને રસ્તા પૈકીની જમીન હોવાનું ફલિત થવા પામ્યું છે. અહીં ઉભા કરવામાં ગોડાઉનો અને પાકી દુકાનોના બાંધકામને સ્વખર્ચે દૂર કરવા દબાણદારોને નોટિસ આપવામાં આવી હતી.આ નોટિસ બાદ સાંગા ફળિયાના ૫૮ થી વધુ  મિલકત ધારકોએ પોતે જ માલિક છે, અને તેઓ પાસે સરકારી દસ્તાવેજો  છે તેવી રજૂઆત કલેકટર, એસ.ડી.એમ  સમક્ષ કરી આવેદનપત્રો  આપ્યા હતા, પરંતુ નકલી એનએ પ્રકરણમાં તપાસ દરમિયાન સરકારી જમીન ઉપર દબાણ હોવાનું કૌભાંડ બહાર આવવા પામ્યું હતું. દાહોદ ગામની સર્વે નંબર ૧૦૦૩ ની જમીન ઇજનેર ખાતાને મોરમ માટેની/સરકારી પડતર અને રસ્તા પૈકીની જમીન હોવાનું બહાર આવ્યું હતું.સાંગા ફળિયાના ગોડાઉન અને દુકાન ધારકોએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટે દાહોદના ૫૮થી વધુ કબજેદારોને અને દબાણકર્તાઓને સાંભળ્યા વગર નિર્ણય ન લેવા નિર્દેશ આપ્યો હતો.  હાઇકોર્ટના કહેવા મુજબ દબાણ કર્તાઓને ઓક્ટોબર અને  નવેમ્બરમાં તારીખો આપી તમામને હાજર રાખી મૌખિક તથા લેખિત જવાબો લીધા હતા.પછી કેસને ઠરાવ ઉપર લેવામાં આવ્યો હતો.આ કેસમાં સરકાર તરફે મામલતદાર અને  દબાણકર્તાઓને તમામ હકીકત તપાસી આગામી ૧૫ દિવસમાં સ્વખર્ચે પોતાનો દબાણ દૂર કરવા કહ્યું છે. જો કે  આ હુકમની સામે વેપારી આલમ પુનઃ સક્ષમ અધિકારી સમક્ષ તથા કોર્ટ રહે લડત આપે તેવી સંભાવના છે.


Google NewsGoogle News