Get The App

કાંઠા શુગરને ડુબાડનારા સામે કાર્યવાહી પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 21 ને નોટિસ

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
કાંઠા શુગરને ડુબાડનારા સામે કાર્યવાહી પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 21 ને નોટિસ 1 - image


- કસ્ટોડિયન કમિટીનો વખતોવખતની બાકી રૃ.૩૪.૨૫ લાખની રકમ સાત દિવસમાં ચૂકવવા આદેશ : નહીં ચુકવે તો ફોજદારી કે સિવિલ કેસ થશે

        સુરત

ઓલપાડ ની કાંઠા શુગરને બંધ કરવનારાઓનું દિવાળીમાં શુભ મુહૂર્ત નિમાયેલી કસ્ટોડિયન કમિટીએ કાઢયું હોય તેમ વખતોવખતની બાકી રૃ.૩૪.૪૫ લાખની રકમ માટે પ્રમુખ ઉપપ્રમુખ, ડિરેક્ટર સહિત ૨૧ને નોટિસ ફટકારીને સાત દિવસમાં રકમ ચૂકવવા આદેશ કર્યો છે. અન્યથા ફોજદારી કે સિવિલ કોર્ટની તૈયારી રાખવા ચીમકી આપતા ઓલપાડ પંથકના ખેડૂતોના ખુશીની લહેર દોડી છે.

ઓલપાડ તાલુકાની કાંઠા શુગરના પ્રમુખ પદેથી ભાજપના પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલે રાજીનામું આપ્યા બાદ વિવાદ થયો હતો તે વિવાદને લઈને આખરે ફેક્ટરી બંધ થઈ ગઈ હતી અને સરકારે આ શુગર મિલ ચલાવવા માટે કસ્ટોડિયન કમિટીની નિમણૂંક કરી હતી. આ કમિટી દ્વારા પ્રમુખ કિરીટ પટેલ, ઉપપ્રમુખ બાલુ પટેલ સહિત રાજીનામા આપનારા ૨૧ ડિરેક્ટરને નોટિસ ફટકારાઇ છે.

નોટિસમાં જણાવ્યું છે કે, શેરડી કાપણી કરી તથા વાહતુક કરી સંસ્થા સુધી પહોંચાડવા અંગેની કામગીરીમાં તમો નિષ્ફળ ગયા છો, તા.૩૧/૦૩/૨૦૨૪ સુધી રૃ.૩૪,૩૯,૪૫,૮૮૫ પુરાની રકમ બાકી પડે છે અને વર્ષો સુધી કોઈ કામગીરી કરેલી નથી. આટલી મોટી રકમ વસૂલ કરવાની બાકી હોવા છતાં એડવાન્સ પેમેન્ટ કરતા આવ્યા હોવાથી તમામનું મેળાપીપણું સ્પષ્ટ થાય છે. તમારી બેજવાબદારી કારણે ફેકટરી બંધ થયેલી છે. તેમજ ખેડૂત સભાસદો, બિનસભાસદોના હિતને મુશ્કેલીમાં મુકેલ છે. ટુંકમાં, તમો તમામે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત મંડળ બનાવીને મંડળી તથા તેના સભાસદો સાથે દગો, છેતરપિંડી, ઉચાપત જેવા ગંભીર ફોજદારી ગુનાઓ કરેલ છે. આથી શુગર ફેકટરીની તા.૩૧/૦૩/૨૦૨૪ સુધીની બાકી પડતી મુદ્દલ રૃ.૩૪,૩૯,૪૫,૮૮૫ લેણી રકમ ૧૨ ટકા લેખેના વ્યાજ સહિત નોટિસ મળ્યેથી ચુકતે કરવા તાકિદ કરાઇ છે. અમલ કરવામાં કસુર કરશો તો તમામ વિરૃધ્ધ ફોજદારી તથા સીવીલ રાહે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે, જે બાબતે તમામની કોઈ તકરાર ચાલશે નહી.

ભાજપ કાર્યકરોના તંબુમાં પણ ગભરાટ

કાંઠા શુગર ફેક્ટરીને ફરીથી ધમધમતી કરવા માટે જે કસ્ટોડિયન કમિટી બનાવાઈ છે અને આ કમિટીએ નોટિસ આપી શરૃ કરેલી કાર્યવાહીના કારણે ઓલપાડના ભાજપ કાર્યકરોના તંબુમાં ગભરાટ ફેલાયો છે.કેમકે છેલ્લા એક વર્ષથી સાવ મંદ ગતિએ કામગીરી ચાલતી હતી અને આવી કડક કાર્યવાહીથી આગામી દિવસોમાં ભાજપ દ્વારા પણ એક્શન લેવાઈ તો નવાઈ નહીં


Google NewsGoogle News