કપડવંજના બીગ મોલમાંથી એક્સપાઈરી ડેટવાળો થેપલાનો લૉટ નીકળતા નોટિસ
ક્વોલિટી સુધારવા અંગે સૂચના અપાઈ
11 સામગ્રી ખરીદેલું બિલ રજૂ કરી ફૂડ વિભાગમાં ફરિયાદ કરાતા તપાસ બાદ કાર્યવાહી કરાઈ
ખેડા જિલ્લાના કપડવંજમાં બીગ મોલમાંથી ગ્રાહકે ૧૭ ફેબુ્રઆરીએ જુદી જુદી ૧૧ સામગ્રી ખરીદી હતી. જેના બિલના નાણાં પણ ચૂકવ્યા હતા. ઘરે જઈ તપાસ કરતા થેપલાના લોટના પેકેટ પર એક્સપાઈરી ડેટ તા. ૩જી ફેબુ્રઆરી લખી હતી. જેથી ગ્રાહકે આ મામલે ખેડા જિલ્લા ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. વિભાગ દ્વારા તપાસ કર્યા બાદ હકીકત સાચી જણાતા મોલ સંચાલકને ક્વૉલિટી સુધારવાની નોટીસ ફટકારી ચેતવણી અપાઈ હતી.
ફૂટ અધિકારી પિયુષ ડી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મોલમાં કોઈ આઉટડેટની સામગ્રી મળી નથી. ફરિયાદીએ ૬-૮ મહિના પહેલા ખરીદી કરી કરી હોઈ શકે, છતાં અમે ક્વોટિલટી સુધારવા માટે નોટિસ આપી છે. જો કે, તેમની આ વાત વચ્ચે ફરિયાદીએ પોતે ખરીદેલા સામાનનું બિલ પણ રજૂ કર્યું છે, ત્યારે ફૂડ અધિકારી દ્વારા મોલ સંચાલકનો બચાવ કરવા માટે ઉડાઉ જવાબ આપ્યો હોવાના આક્ષેપ ગ્રાહકે કર્યા છે.