વડોદરાની ગુરુકૃપા હોટલમાં ઉત્તપ્પા અને કોલ્ડ્રીંકમાં જીવાત નીકળતા નોટિસ ફટકારાઈ
Vadodara Coprotion Food Safety : જીભના ચટાકાએ બહારની ખાણી પીણીના શોખીનોએ દિવાળી નવા વર્ષના તહેવારોમાં હોટલોમાં ખાણીપીણીની મોજ માણતી વખતે રાજમહેલ રોડની ગુરુકૃપા હોટલમાં ઉત્તપ્પા અને કોલ્ડ ડ્રિન્કની મોજ માણવાનું ભારે પડ્યું હતું. ઉત્તપ્પા અને કોલ્ડ ડ્રિન્કમાં જીવાત હોવાની બાબતે સોશિયલ મીડિયા પર આવેલા વીડિયોના આધારે પાલિકાના ફૂડ વિભાગે હોટલમાં ચેકિંગ કરીને સેમ્પલ લઈ નોટીસ ફટકારી હતી.
ઉલ્લેખનીય છે કે દિવાળી નવા વર્ષના તહેવારો નિમિત્તે રાજમહેલ રોડ પર આવેલી કોર્પોરેશનની કચેરી સામે આવેલી ગુરૂકૃપા હોટલમાં કેટલાક શોખીનો ઉત્તપ્પાની મોજ માણવા ગયા હતા. ઉત્તપ્પાની મોજ સાથે કોલ્ડ્રીંક પણ શોખીનોએ મંગાવ્યું હતું. પરંતુ કોલ્ડ ડ્રિંક અને ઉત્તપ્પામાં જીવાત જણાઈ હતી. આ અંગે તેમણે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો હતો. આ અંગેની જાણ થતા જ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ ટ્વિટર પર વીડિયો જોઈને તાત્કાલિક ધોરણે હોટલ ગુરૂકૃપામાં ચેકિંગ કર્યું હતું. ત્યારબાદ હોટલ સંચાલકને નોટિસ ફટકારી હતી.