બેન્કર હોસ્પિટલને ૫૭.૫૧ લાખની રિકવરી માટે નોટિસ ઇશ્યૂ
આ ટેકનિકલ ઇશ્યૂ છે , નેશનલ પીએમજેવાય હેઠળ સર્જરી કરી શકાય પણ સ્ટેટના નિયમ મુજબ ના કરી શકાય
વડોદરા,બેન્કર હોસ્પિટલમાં પીએમજેવાય હેઠળ થયેલી હેડ એન્ડ નેકની સર્જરી નિયમ વિરૃદ્ધ હોવાનું જણાવી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ૫૭.૫૧ લાખની રિકવરી માટે નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે.
બેન્કર હોસ્પિટલને અપાયેલી નોટિસમાં ે જણાવાયું છ કે એપ્રિલ થી નવેમ્બર મહિના દરમિયાન હોસ્પિટલમાં પીએમજેવાય યોજના હેઠળ થયેલી ૬૩ જેટલી સર્જરી, આ યોજના હેઠળ આવરી લેવાતી નથી. આ અંગે ડો. દર્શન બેન્કરે જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલમાં નોકરી કરતા હેડ એન્ડ નેકના ઓન્કોલોજીસ્ટ ડો. રાજેશ કંથારિયા અગાઉ ૨૦ વર્ષ સુધી ઓન્કો હેડ એન્ડ નેક સર્જન તરીકે અન્ય હોસ્પિટલમાં કામ કરતા હતા. ત્યારબાદ તેઓ અમારી હોસ્પિટલમાં કામ કરે છે. નેશનલ લેવલના નિયમ મુજબ તેઓ પીએમજેવાય હેઠળ સર્જરી કરી શકે છે. પરંતુ, સ્ટેટ લેવલના નિયમ મુજબ તેઓ સર્જરી ના કરી શકે. આ ટેકનિકલ બાબત છે. એપ્રિલથી નવેમ્બર દરમિયાન તેમણે પીએમજેવાય હેઠળ કરેલી ૬૩ સર્જરી ના ખર્ચની રિકવરી કાઢી છે. અમે બે અઠવાડિયા પહેલા ગાંધીનગર ખાતે ેઆરોગ્ય વિભાગના અધિકારીઓને મળી આવ્યા હતા. આ ટેકનિકલ ઇશ્યૂ છે. કોઇ દર્દીની ફરિયાદ નથી. અમે અપીલ કરીને રજૂઆત કરીશું કે, આ ટેકનિકલ ઇશ્યૂ છે અને તેનું નિવારણ લાવવા જણાવીશું.
પાપડી ભેગી ઇયળ બફાઇ જતી હોવા જેવો ઘાટ
વડોદરા,ખ્યાતિ હોસ્પિટલનો કાંડ બહાર આવ્યા પછી રાજ્યનું આરોગ્ય વિભાગ આળસ મરડીને દોડતું થઇ ગયું છે એને હોસ્પિટલોમાં તપાસ શરૃ કરી છે. ત્યારે આવા ટેકનિકલ ઇશ્યૂમાં પાપડી ભેગી ઇયળ બફાઇ જતી હોવા જેવો ઘાટ ઘડાયો હોવાનું ડોક્ટર વર્તૃળમાં ચર્ચાઇ રહ્યું છે. આટલા વર્ષોથી સર્જરી કરતા ડોક્ટરના કેરિયરનો પણ સવાલ ઉપસ્થિત થયો છે.અધિકારીઓ જો પહેલેથી જ જો જાગતિ રાખી હેાત તો ખ્યાતિકાંડ થયો જ ના હોત...