Get The App

શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવી, ગાંધીનગરના એક સ્ટાર્ટઅપની કમાલ

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવી, ગાંધીનગરના એક સ્ટાર્ટઅપની કમાલ 1 - image


જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં પ્રોત્સાહનથી ગાંધીનગર નજીકના પ્લાન્ટમાં બનતી ઇકો ફ્રેન્ડલી બોટલનું લોકાર્પણ, સ્થાનિક કક્ષાએ ઉત્પાદન થાય તો વધુ સસ્તી થઈ શકે 

જૂનાગઢ, : જૂનાગઢના ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધના કારણે બોટલને મનાઈ છે. આથી એક સ્ટાર્ટઅપ દ્વારા ગાંધીનગર નજીક પ્લાન્ટમાં શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવવામાં આવી છે. જે હાલ ઉપલબ્ધ થાય છે. જો સ્થાનિક કક્ષાએ ઉત્પાદન થાય તો વધુ સસ્તી થઈ શકે એમ છે.

ગિરનાર અભયારણ્યના કારણે પર્વત,જંગલ અને ભવનાથ ક્ષેત્રમાં પાણીની પ્લાસ્ટિક બોટલ પર પ્રતિબંધ છે. ગિરનાર પર પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. મોટાભાગના લોકો પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરે છે પરંતુ ભવનાથમાં અને ગિરનાર પર પ્લાસ્ટિકની બોટલ લઈ જવા દેવામાં આવતી નથી. અગાઉ ટેટ્રાપેક બનાવવામાં આવ્યા હતા પરંતુ તે સફળ રહ્યા નથી. જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા એક સ્ટાર્ટઅપ પાસે શેરડી અને મકાઈના છોતરામાંથી વનસ્પતિ આધારિત મટીરીયલમાંથી બોટલ બનાવી છે. 


Google NewsGoogle News