World Cup 2023 Final : વર્લ્ડકપ ફાઇનલ માટે સ્ટેડિયમ જ નહીં મલ્ટિપ્લેક્સ પણ હાઉસફૂલ
થિયેટરમાં ફાઇનલની રૂપિયા 1500 સુધીની ટિકિટ
Multiplex-housefull for Final Match : ICC વર્લ્ડકપમાં ભારત- ઓસ્ટ્રેલિયાની ફાઇનલના સ્ક્રીનિંગ માટે અમદાવાદના થિયેટરમાં પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ટિકિટના દર રૂપિયા 1500 સુધી છે. તાજેતરમાં આવેલી સલમાન ખાનની ફિલ્મ કરતાં પણ ભારત-ઓસ્ટ્રેલિયાની ટિકિટ વધારે વેચાઇ હોવાનો દાવો થઇ રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ માટે અમદાવાદના ૭ મલ્ટિપ્લેક્સમાં વ્યવસ્થા કરાઇ છે. જેમાં બપોરે 1 વાગ્યાથી પ્રસારણનો પ્રારંભ કરાશે.
વર્લ્ડ કપ ફાઈનલ માટે ભારે ડિમાન્ડ
આ ઉપરાંત કેટલાક મલ્ટિપ્લેક્સમાં રૂપિયા 650 તો કેટલાકમાં રૂપિયા 1500 સુધીનો ટિકિટ દ૨ છે. મોટાભાગના મલ્ટિપ્લેક્સમાં 70 ટકાથી વધુ ટિકિટનું વેચાણ થઇ ગયું છે. મલ્ટિપ્લેક્સ સંચાલકના મતે થિયેટરમાં વર્લ્ડકપ ફાઇનલને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સલમાન ખાનની તાજેતરમાં આવેલી ફિલ્મ કરતાં પણ વર્લ્ડ કપ ફાઈનલ માટે ભારે ડિમાન્ડ છે. આજે સલમાન ખાનની ફિલ્મના મોટાભાગના શો ખાલી જાય તેવી સંભાવના છે.