નવી સિવિલ હોસ્પિટલમાં નોન કોવિડ ઓ.પી.ડી શરૃ થઇ પણ વેક્સિનેશન સેન્ટર બંધ
સુરત:
નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેંટરના બીજા માળે આવેલ કોરોના વેક્સિન સેન્ટર શરુ કરવામાં આવ્યો હતો અને વેક્સીનની કામગીરી પણ ચાલી રહી હતી.બાદમાં વેક્સિનેશન સેંટર બંધ કરવામાં આવ્યુ હતુ. જો કે અગાઉ ફક્ત સિવિલના હોસ્પિટલના સ્ટાફ માટે બે દિવસ વેક્સિનેશની કામગીરી ચાલી હતી. બાદમાં ફરી સેન્ટર બંધ કરવામાં આવ્યુ હતુ.જેથી ત્યાં ફરજ બજાવતા કેટલાક ડોકટરો તથા સ્ટાફને વેક્સીનનો બીજો ડોઝ બાકી છે તેઓ હાલાકી વેઠી રહ્યા છે. આ સાથે વેક્સીન માટે અન્ય લોકો પણ અહીં ધક્કા ખાઇ રહ્યા છે. હાલમાં સિવિલ ખાતે કોરોના સિવાયની અન્ય તકલીફ ધરાવતા દર્દીઓ માટે ઓ.પી.ડી શરૃ થઇ ગઇ છે.જેથી સિવિલમાં વેકસીન સેન્ટર ફરી શરૃ કરવા સ્ટાફ અને અન્ય લોકો માંગ કરી રહ્યા છે.