સેવાસી પોલીસ ચોકીમાં જમા 37 વાહનોનો કોઈ રેકર્ડ જ ના મળ્યો

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
સેવાસી પોલીસ ચોકીમાં જમા 37 વાહનોનો કોઈ રેકર્ડ જ ના મળ્યો 1 - image


Image Source: Freepik

- વાહનોનું વર્ગીકરણ કરતાં 2014 પછી કબ્જે કરાયેલા વાહનો ક્યાં ગુનામાં કબ્જે કર્યા તેની કોઈ નોંધ ન હતી

વડોદરા, તા. 24 સપ્ટેમ્બર 2023, રવિવાર

સેવાસી પોલીસ ચોકી કમ્પાઉન્ડમાં મુકેલા 37 ટુ વ્હિલરોની લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં કોઈ નોંધ જ ન હોવાનું જણાયું હતું.

આ અંગેની વિગત એવી છે કે વર્ષ 2014 પછીના  મુદ્દામાલ વાહન નિકાલની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન પોલીસ સ્ટેશન ખાતેના વાહનોનુ વગીકરણ કરતા ઘણા લાંબા સમયથી તાલુકા પોલીસ સ્ટેશનની સેવાસી પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં પડી રહેલ મુદ્દામાલ વાહનોની પોલીસ સ્ટેશન ખાતે રેકર્ડ પર કોઈ નોંધ ન હતી. સરકારી રેકર્ડ પર ના હોય તેવા કુલ 37 ટુવ્હીલર વાહનોનો કોઈ રેકર્ડ નથી. આ વાહનો ક્યાં ગુના હેઠળ કબ્જે કરવામાં આવ્યા તે અંગે કોઈ નોંધ નહીં હોવાથી આખરે નોંધ કરી પોલીસ કબ્જા હેઠળ બતાવાયા હતા.


Google NewsGoogle News