મેરેથોનના રૃટ પર તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ
રૃટ તરફ આવતા રોડ પરના વાહન વ્યવહારને ડાયવર્ટ કરાશે
વડોદરા,રવિવારે ૧૫ મી તારીખે યોજાનાર મેરેથોનને અનુલક્ષીને પોલીસ દ્વારા નો પાર્કિગ અને ડાયવર્ઝન માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડના ભાગ રૃપે આગામી ૧૫ મી તારીખે મહિલા વુમન સેફ્ટી એન્ડ ફિટનેશ માટે હમારી દોડ હમારી સુરક્ષા દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોન દોડ નવલખી સોલાર પેનલગેટથી નીકળી અકોટા બ્રિજ, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી, રેલવે હેડ ક્વાર્ટર, કોઠી ચાર રસ્તા ટાવર ચાર રસ્તા, જ્યુબિલી બાગ સર્કલ, ભક્તિ સર્કલથી, ગાંધી નગર ગૃહ સર્કલ, પદ્માવતી સર્કલ ત્રિકોણથી જમણી બાજુ લાલકોર્ટ બિલ્ડિંગ ત્રણ રસ્તા, ફાયર બ્રિગેડ ચાર રસ્તા દાંડિયાબજાર ચાર રસ્તા થઇ પરત નવલખી ગ્રાઉન્ડ પર આવશે. મેરેથોનના રૃટ પર બંને બાજુ નો પાર્કિંગ તથા આ રૃટ પર આવતા તમામ માર્ગો પર નો ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.