ગણેશ વિસર્જન સુધી ભારે વરસાદ નહીં, 24 કલાકમાં ફક્ત 34 તાલુકામાં વરસાદ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ગણેશ વિસર્જન સુધી ભારે વરસાદ નહીં, 24 કલાકમાં ફક્ત 34 તાલુકામાં વરસાદ 1 - image


No Heavy Rain In Gujarat: ગુજરાતમાં આજ સુધીમાં સરેરાશ 44 ઈંચ એટલે અને સૌરાષ્ટ્રમાં નોર્મલ 30.50 સામે 38 ઈંચ એમ એકંદરે સવાયો વરસાદ વરસી ગયો છે. અને ગુરૂવારે સૌરાષ્ટ્રમાં એકદંરે વરસાદનો વિરામ યથાવત રહ્યો હતો.  દક્ષિણ ગુજરાતના ચિખલી, સુબીર, વધઇ, ગણદેવીમાં 20 મીમી કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે 19 તાલુકામાં સરેરાશ 1 થી 19 મી.મી. વરસાદ નોંધાયો હતો. 

ગણેશ વિસર્જન સુધી ભારે વરસાદ નહીં, 24 કલાકમાં ફક્ત 34 તાલુકામાં વરસાદ 2 - image

હવામાન વિભાગની આગાહી

અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ સહિત અમુક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગી આગાહી મુજબ આગામી 18 સપ્ટેમ્બર સુધી હાલમાં ભારે વરસાદની કોઇ શક્યતા નથી. આમ, 17 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન છે ત્યારે ત્યાં સુધી હાલમાં ભારે વરસાદની કોઇ શક્યતા નથી. જો કે છૂટાછવાયા સ્થળે હળવા-ભારે ઝાપટાં વરસી શકે છે. 

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ રાજ્યમાં આજ સુધીમાં 1098 મી.મી. (આશરે 44 ઈંચ), દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 79.50 ઈંચ અને સૌરાષ્ટ્રમાં 38 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં એકદંરે 24 ટકાથી વધુ, સૌરાષ્ટ્રમાં 28 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. કુલ 251 તાલુકા પૈકી 123 તાલુકામાં તો દરેકમાં ઈંચથી વધુ પાણી વરસી ગયું છે. રાજ્યમાં વર્ષ 2021માં નોર્મલ સામે 98 ટકા,  વર્ષ 2022માં 122 ટકા, ગત વર્ષ વર્ષ 2023માં 108 ટકા વરસાદ અને આ ત્રણ વર્ષ કરતાં આ વર્ષે વધુ 1.24 ટકા વરસાદ પડી ગયો છે અને હજુ ચોમાસું બાકી છે. 

ભારે વરસાદના પગલે ગુરૂવારની સ્થિતિએ 6 સ્ટેટ હાઈવે, 1 નશનલ હાઈવે સહિત 196 માર્ગો પૂર્વવત્ ચાલુ થયા ન હતા.  રાજ્યના 144 ડેમ ભરાયેલા હોઈ હાઈ એલર્ટ ઉપર છે. જો કે ભારે વરસાદના પગલે ભારે વાવેતર થઈ શક્યું નથી અને આજ સુધીમાં 99 થી 97 ટકા વાવણી પૂરી થઈ છે જે ગત વર્ષથી આશરે 2 લાખ હેક્ટર ઓછી છે. તો બીજી તરફ જિલ્લા વહીવટી તંત્રો દ્વારા ખાસ કરીને સાતમ આઠમ દરમિયાન ડીપ ડીપ્રેશન (વાવાઝોડાનું આરંભિક રૂપ) ના પગલે કૃષિને થયેલા નુકશાનનો સર્વે શરુ થયો છે જેમાં રાજકોટ જિલ્લામાં 108 ગામોમાં માત્ર રૂા.5.50 કરોડનું નુકસાનજણાવાયું છે.

ગુરૂવારે સૌરાષ્ટ્ર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન જારી રહ્યું હતું તેમજ દક્ષિણ ગુજરાતથી કર્ણાટક વચ્ચે ઓફશોર ટ્રોપ પણ યથાવત છે. ઉત્તરપ્રદેશ પરની સિસ્ટમની ગુજરાત પર ખાસ અસર નથી તો બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડુ સર્જાવાની શક્યતા છે. આ પરિબળો વચ્ચે હાલ વાદળોની ઘેરાબંધી ન હોય કોઈ અચાનક સિસ્ટમ ન આવી જાય તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા નથી.


Google NewsGoogle News