પ્રધાનમંત્રીના આગમન સમયે વડોદરા કોર્પોરેશન દ્વારા બ્રિજ નીચે લગાવેલી રેલિંગની ચોરી છતાં કોઈ ફરિયાદ નહીં
Vadodara Corporation : દેશના વડાપ્રધાન અને સ્પેનના વડાપ્રધાન તાજેતરમાં વડોદરાની મુલાકાતે ટાટા પ્રોજેક્ટના ઉદઘાટન બાબતે આવ્યા હતા. આ પ્રસંગે શહેરના મોટાભાગના રસ્તા પર ડામર પાથરી દેવામાં આવ્યો હતો. ત્યારે અમિત નગર બ્રિજ નીચે પશ્ચિમ તરફના ભાગે થતી ગંદકી દૂર કરવાના ઇરાદે જમીન પર કોન્ક્રીટ પાથરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બંને બાજુ રેલિંગને કલર કરવામાં આવ્યો હતો અને અધુરી રેલિંગ નવી લગાવવામાં આવી હતી.
પરંતુ આ રેલીંગ પૈકીનો કેટલોક ભાગ ભંગારીયા લઈ ગયા હોવાની શક્યતા સેવાઈ રહી છે. ઉપરાંત આજુબાજુના કેટલાક દુકાનદારોએ કેટલીક રેલિંગો કાઢીને બાજુ પર મૂકી દીધી છે. આમ અકસ્માત નિવારણ માટે બનાવાયેલી રેલીંગ બ્રિજ નીચેથી ખસી જતા કેટલાક ટુ વ્હીલર ચાલકો અને રાહદારીઓ શોર્ટકટ અપાવવાના ઇરાદે બ્રિજ નીચેથી આવજા કરતા હોવાથી અકસ્માત સર્જવાની શક્યતાઓ નકારી શકાતી નથી.