Get The App

Lok Sabha 2024: ગુજરાતમાં નીતિન પટેલ લોકસભા ચૂંટણી નહીં લડે, ઉમેદવારી પાછી ખેંચી

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
Lok Sabha 2024: ગુજરાતમાં નીતિન પટેલ લોકસભા ચૂંટણી નહીં લડે, ઉમેદવારી પાછી ખેંચી 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને થોડાક મહિનાઓ બાકી છે, ત્યારે શનિવારે ભાજપે 195 ઉમેદવારોના નામની જાહેરા કરી હતી. જેમાં ગુજરાતની કુલ 26 બેઠકમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે. આ વચ્ચે પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. 

ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી પરત ખેંચું છું: નીતિન પટેલ

નીતિન પટેલે પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને લખ્યું કે, 'મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મે ઉમેદવારી નોધાવી હતી. શનિવારે રાજ્યની 15 લોકાસભા બેઠકના ઉમેદવારો જાહેર કરવામા આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચુ છું. અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનીયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાથના કરુ છું.'

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની અન્ય 11 બેઠકોના ઉમેદવારના નામની જાહેરાત એક અઠવાડીયામાં થઈ શકે છે. સૌરાષ્ટ્રની ભાવનગર ,અમરેલી સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત થઈ નથી. જ્યારે ભાજપની બીજી યાદીમાં ગુજરાતના અન્ય ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે.


Google NewsGoogle News