સુરત સહિત ચાર જિલ્લામાં ગ્રોથ હબ માટેના પાયલોટ પ્રોજેક્ટમાં નીતિ આયોગે સૂચનો માંગ્યા
-ગ્રોથ ડ્રાઇવર્સ અને સેકટર મુજબ દરખાસ્તો પર વરિષ્ઠ સલાહકારે ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી : ઇકોનોમીક રીજીયન 2030 સુધીમાં ડેવલપ કરાશે
સુરત,
નવસારીથી અંકલેશ્વર વચ્ચેના 4 જિલ્લા મળી સુરત ઇકોનોમિક રિજીયન આગામી 2030 સુધીમાં ડેવલપ કરવાની દિશામાં નીતિ આયોગ કામ કરી રહ્યું છે અને આ માટે સુરત આવેલાં વરિ સલાહકારે ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે મીટીંગ કરીને સૂચનો માંગ્યા હતાં.
વરિ સલાહકાર અન્ના રોયની અધ્યક્ષતામાં નીતિ આયોગ, ગ્રોથ હબ ઇનિશિયેટિવ સુરત ઇકોનોમિક રિજીયન (એસઇઆર) તરીકે વિકાસશીલ શહેર વિસ્તારો પર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટીંગમાં સુરત આથક ક્ષેત્ર માટે ગ્રોથ ડ્રાઇવર્સ અને સેક્ટર મુજબની દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી હતી.
સુરત રિજીયનના ત્રણ મુખ્ય ઉદ્યોગો ટેક્સટાઇલ, ડાયમંડ અને કેમિકલને ધ્યાનમાં રાખીને આથક વિકાસ માટે કઈ રીતે આગળ વધી શકાય તે દિશામાં નીતિ આયોગ આગળ વધી રહ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. સુરત ઇકોનોમિક રિજીયન બનાવવા માટે નીતિ આયોગ બ્લુ પ્રિન્ટ સાથે આવ્યું હતું. નક્કર પગલાંઓ સાથે 2030 સુધીમાં આને પૂરું કરવાનું લક્ષ્ય હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સુરત પ્રદેશ એ ભારત સરકાર દ્વારા ગ્રોથ હબ પહેલ માટે પસંદ કરાયેલા પાયલોટ શહેર-પ્રદેશોમાંનો એક છે. સુરત આથક ક્ષેત્ર (એસઇઆર) માં સુરત, ભરૃચ, નવસારી અને તાપી જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સુરતના આથક ક્ષેત્રને વિકસાવવા માટે ગ્રોથ ડ્રાઇવર્સ અને સેક્ટર્સ (ટેક્ષટાઇલ, કેમિકલ, ડાયમંડ)ની દરખાસ્તો પર ચર્ચા ઉદ્યોગકારો સાથે કરવામાં આવી હતી. રિજીયનને વિકસાવવા માટે શું કરી શકાય તે માટેને સૂચનો માંગ્યા હતાં