ગરીબ વિદ્યાર્થિનીઓની ફી ભરવાનું નિશિતાનું અનોખું અભિયાનઃ આ વર્ષે 10000 વિદ્યાર્થિનીની ફી ભરશે

નિશિતા માત્ર વિદ્યાર્થિની અને સ્કૂલના નામે ચેક લે છે, 14 વર્ષમા્ં 47000 વિદ્યાર્થિનીઓની 5.34 કરોડ ફી ભરી છે

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
ગરીબ વિદ્યાર્થિનીઓની ફી ભરવાનું નિશિતાનું અનોખું અભિયાનઃ આ વર્ષે 10000 વિદ્યાર્થિનીની ફી ભરશે 1 - image


Vadodara Nisitha News | બેટી બચાવો,બેટી પઢાવો સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવા માટે વડોદરાની નિશિતા રાજપૂત 17 વર્ષની વયથી ગરીબ અને મધ્યમવર્ગની વિદ્યાર્થિનીઓની ફી ભરવાનું અનોખું અભિયાન ચલાવી રહી છે. આ વર્ષે તેનો લક્ષ્યાંક સૌથી વધુ રૂ.એક કરોડ ફી ભરવાનો છે.

નિશિતા રાજપૂતનું સેવાકાર્ય 15મા વર્ષમાં પ્રવેશ્યું છે. આ વર્ષની સેવાની શરૂઆત તેણે કમાટીબાગ ખાતે 51 વિદ્યાર્થિનીઓને સ્કૂલ બેગ અને ચેક આપીને કરી હતી. નિશિતાએ કહ્યું હતું કે,કોઇ પણ દીકરી ફી વગર ના ભણે તે ના ચાલે. અત્યાર સુધીમાં મેં 47000 વિદ્યાર્થિનીઓની કુલ રૂ. 5.34 કરોડ ફી ભરી છે. આ વખતે મારૂં લક્ષ્યાંક 10000 વિદ્યાર્થિનીઓની રૂ.એક કરોડ ફી ભરવાનું છે.

હું માત્ર દાતાઓ અને વિદ્યાર્થિની વચ્ચે સેતુ છું.દાતા પાસે વિદ્યાર્થિની અને સ્કૂલના નામનો ચેક લઇ જમા કરાવું છું. ધોરણ-5 થી માંડીને કોલેજ સુધીની વિદ્યાર્થિનીઓને ફી માટે મદદ મળી રહી છે.નોંધનીય છે કે,બેટી પઢાવો અભિયાન બદલ નિશિતાને અત્યાર સુધીમાં 72 એવોર્ડ મળ્યા છે.


Google NewsGoogle News