નિશાનચુક માફ, નહી માફ નીચું નિશાન યુનિ. આંગણે રાયફલ શુટીંગનો મુકાબલો

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
નિશાનચુક માફ, નહી માફ નીચું નિશાન યુનિ. આંગણે રાયફલ શુટીંગનો મુકાબલો 1 - image


યુનિ. કેમ્પસમાં શુટીંગરેન્જ છે પણ નથી વેપન્સ કે નથી કોચ : વેકેશન હોવા છતાં આંતરકોલેજ શુટીંગ સ્પર્ધામાં ભાગ લેવા રાષ્ટ્રીય કક્ષાનાં શુટીંગના સ્પર્ધકો ઉમટયા, ઈલેકટ્રોનિક ટારગેટની સુવિધા આપવાની ડીમાન્ડ


રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.નાં આંગણે રાયફલ અને પિસ્તોલ શુટીંગનો આંતર કોલેજ મુકાબલો યોજાયો હતો. 10 મીટર રેન્જનાં ટારગેટ પર નિશાન લગાવનાર દરેક સ્પર્ધકો પૈકી મોટાભાગનાં ખેલાડીઓ અગાઉ નેશનલ કક્ષાએ રાયફલ પિસ્તોલ શુટીંગની સ્પર્ધા રમી ચુક્યા હોવાથી વિજેતા બનવા માટે રોમાંચક માહોલ જોવા મળ્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિ. સાથે સંલગ્ન ૨૪૨ કોલેજમાંથી એક પણ કોલેજ પાસે શુટીંગ રેન્જની સુવિધા નથી. શુટીંગરેન્જ જે કોલેજમાં ન હોય તેની પાસે શુટીંગનાં કોચ હોવા મુશ્કેલ છે. અલબત તેમ છતાં અલગ અલગ ખાનગી સ્કુલ કોલેજોમાં પ્રેકટીસ કરીને પોતાના વેપનની મદદથી શુટીંગ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ આજે યુનિ.ની આંતર કોલેજ શુટીંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા હતાં. આયોજકોએ જણાવ્યું હતું કે, ક્રાઈસ્ટ કોલેજમાં ભણતી કુ. ત્રિશા લીંબડે અગાઉ ખેલો ઈન્ડિયામાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો છે. મેડલ પણ મેળવ્યો છે. કુ. ચાંદની જાદવ, કુ. પ્રિન્સી તોગડીયા, કુ. અક્ષાલી નલીયા પરી ચેમ્પીયન ખેલાડી તરીકે નેશનલ ગેમ રમી ચુક્યા છે. ભાીઓમાં હરિવંદના કોલેજના પ્રેમરાજ પરમાર, એચ.એન. શુક્લા કોલેજનાં વિદ્યાર્થી ઋતુરાજ ચુડાસમા, ક્રાઈસ્ટ કોલેજના કરણ આશર વિ. શુટીંગ સ્પર્ધામાં અગ્રીમ હરોળમાં રહ્યાં છે. આ ખેલાડીઓને યુનિ. ્દવારા શુટીંગની પ્રેકટીસ માટે પુરતી સુવિધા, આપવામાં આવે તો આ ખેલાડીઓ યુનિ.નું નામ રોશન કરી શકે તેમ છે. યુનિ. પાસે શુટીંગ રેન્જ છે. પરંતુ આ સ્પર્ધા માટે ૫૦ હજારથી માંડીને બે અઢીલાખનું જે વેપન આવે છે તે નથી. શુટીંગ માટેનો નિષ્ણાંત કોચ પણ જોઈએ તે સુવિધા ઉભી થઈ નથી. એ જ રીતે શુટીંગના ખેલાડી૩ઓ માટે ઈલેકટ્રોનિક ટારગેટની પણ આવશ્યકતા રહે છે. આ સુવિધાઓ ઉભી કરવાની તાતી જરૂરી છે. આંતરકોલેજ સ્પર્ધા હોવા છતાં માત્ર 12 કોલેજની બહેનો અને 14 કોલોજમાંથી પસંદ થયેલા  આ સ્પર્ધામાં ભાગ લીધો હોત. વધુ ખેલાડીઓ તૈયાર કરવા માટે યુનિ.એ વિશેષ મહેનત કરવાની જરૂર છે.


Google NewsGoogle News