જુના ઝઘડનાની દાઝ રાખી યુવક પર નવ શખ્સનો હુમલો
- ચોટીલાના વાવડી ગામનો બનાવ
- લોખંડની પાઇપ અને ધોકા મારી ઇજા પહોંચાડી : કારના કાચ તોડી નુકસાન કર્યું
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના વાવડી ગામ પાસે જૂના ઝઘડાના મનદુઃખમાં થાનમાં રહેતા નવ શખ્સએ યુવકને લોખંડના પાઈપ અને લાકડી વડે માર મારી કારના કાચ તોડી નુકસાન પહોંચાડયું હતું. આરોપીઓએ હુમલો કરી મારી નાખવાની ધમકી આપતા વાવડીનવ્યુવકે ચોટીલા પોલીસ મથકે ૯ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ચોટીલાના વાવડી ગામે રહેતા ફરિયાદી કરજણભાઈ રમેશભાઈ બોહકીયાના ભાઈ સંજયભાઈ રમેશભાઈ બોહકીયાનું નામ અગાઉ ત્રણ મહિના પહેલા સાયલાના ચીત્રાલાખ ગામની સીમમાં થયેલ મારામારીના બનાવમાં આવ્યું હતું અને તે સમયે ગુનો દાખલ થયો હતો. તેમજ ફરિયાદી સાથે પણ બોલાચાલી કરી હતી. જેનું મનદુઃખ રાખી ૯ જેટલા શખ્સોએ એકસંપ થઈ કરણજણભાઇને લોખંડનો પાઈપ અને લાકડી વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અને કારના કાચ તોડી નુકશાન પહોંચાડયુું હતું.
જે મામલે ભોગ બનનાર ફરિયાદીએ ચોટીલા પોલીસ મથકે કિશનભાઈ ગભરૂભાઈ પરમાર, રાહુલભાઈ દિનેશભાઈ પરમાર, જયેશભાઈ કાનાભાઈ, રાજુભાઈ કાળુભાઈ પરમાર, રાજુભાઈ ઉર્ફે ટેણો અને ચાર અજાણ્યા શખ્સો (તમામ રહે.થાન) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.