4-5 ટર્મથી જીતનારા સિનિયર સાંસદો રાહ જોતા રહ્યા અને મેળ ના પડ્યો, જાણો કોની લોટરી લાગી

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
4-5 ટર્મથી જીતનારા સિનિયર સાંસદો રાહ જોતા રહ્યા અને મેળ ના પડ્યો, જાણો કોની લોટરી લાગી 1 - image


NDA Government 3.0:  ગુજરાતમાં ચાર-પાંચ ટર્મથી ચૂંટણી જીતનારાં સાંસદોને આ વખતે ય મંત્રીપદ મળી શક્યું નહીં. જ્યારે પહેલીવાર જ સાંસદ બન્યાંને મહિલા સાંસદ નિમુબેન બાંભણિયાની લોટરી લાગી હતી. સિનિયર સાંસદોએ મંત્રીપદના ફોનની કાગડોળે રાહ જોઇ હતી પણ મેળ પડ્યો ન હતો.

મોદી સરકાર 3.0માં ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ ઘટ્યુ છે. ગત વખતની સરખામણીમાં ગુજરાતી સાંસદો ઘટ્યા છે. ગત વખતે મહિલા સાંસદ દર્શના જરદોશને મંત્રીપદ મળ્યુ હતું જયારે આ વખતે ભાવનગરથી પહેલીવાર સાંસદ બનેલા નિમુબેન બાંભણિયાને મંત્રીપદે તક અપાઇ છે.

પૂનમ માડમને મંત્રી બનાવાશે તેવી અટકળો હતી

આ વખતે પૂનમ માડમને મંત્રી મેળ પડ્યો નહી. આખરે નિરાશા જ બનાવાશે તેવી સંભાવના હતી પણ તે સાંપડી હતી. બલ્કે બીજી તરફ, વાત અફવા ઠરી હતી. સાથે સાથે પહેલીવાર ચૂંટાયેલા નિમુબેન વિનોદ ચાવડા, મનસુખ વસાવા, પ્રભુ બાંભણિયાને મંત્રીપદનો ફોન આવતાં વસાવા, રાજેશ ચુડાસમા, મિતેશ પટેલ, ભરતસિંહ ડાભી અને જશવંતસિંહ ભાભોર કે જેઓ એકથી વધુ વખત સાંસદ બન્યા છે આ બધાય સિનિયર સાંસદો ઈચ્છતાં હતા કે, તેમને મંત્રીપદ મળશે પણ એવુ થયુ નહીં.

આ કારણોસર સાંસદોના સમર્થકોમાં નારાજગી ફેલાઇ છે. આ સિનિયર સાંસદોએ રાતવાસો કરીને ફોનની ઘણી જ રાહ જોઇ પણ મેળ પડ્યો નહીં. આખરે નિરાશા જ સાંપડી હતી. બીજી બાજુ પહેલીવાર ચૂંટાયેલા નિમુબેન બાંભણિયાને મંત્રીપદનો ફોન આવતાં ગુજરાત ભાજપમાં આશ્ચર્યની સાથે દિગ્ગજ નેતાઓમાં સોપો પડી ગયો હતો.

  4-5 ટર્મથી જીતનારા સિનિયર સાંસદો રાહ જોતા રહ્યા અને મેળ ના પડ્યો, જાણો કોની લોટરી લાગી 2 - image




Google NewsGoogle News