Get The App

સુરત પાલિકાના આરોગ્ય વિભાગના સુપરવાઈઝર કેટેગરી માટે નવું યુનિયન

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાના આરોગ્ય વિભાગના સુપરવાઈઝર કેટેગરી માટે નવું યુનિયન 1 - image


Surat Corporation Heath Department : સુરત પાલિકામાં હાલમાં જુદા-જુદા 26 યુનિયન છે તેમાં હવે વધુ એક યુનિયનનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સુરત પાલિકાના આરોગ્ય વિભાગના સુપરવાઈઝર કેટેગરી માટે નવું યુનિયન માટે જાહેરાત કરવામાં આવી છે અને એક બેઠકનું પણ આયોજન કરવામા આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓ, આમ કર્મચારીઓ જુદા જુદા સંગઠનોમાં વેરવિખેર હોવાથી તેમની રજૂઆતનો પડઘો યોગ્ય પડતો ન હોવાથી નવું યુનિયન બનાવવામાં આવ્યું છે. 

સુરત પાલિકાના મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ એમ્પ્લોઈઝ યુનિયનની બનાવ્યું છે અને સાંજે રૂસ્તમપુરા સિંગાપુરની વાડીમાં બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ એમ્પ્લોઈઝ યુનિયન” (સૂચિત) ના નવા વરાયેલા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. નવા યુનિયન બનાવવા પાછળનું કારણ એવું આપવામાં આવ્યું છે કે, માત્ર આરોગ્ય વિભાગના સુપરવાઈઝર કેડરના પ્રતિનિધિત્વ કરે તેવું કોઈ વિશેષ કે અલાયદું યુનિયન કાર્યરત ન હોવાને કારણે આરોગ્ય વિભાગના આ કર્મચારીઓ જુદા-જુદા યુનિયનમાં વહેંચાયેલા છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ જુદા-જુદા સંગઠનોમાં વેરવિખેર હોવાથી તેમના પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ આવતું નથી. અનેક વખત પ્રસ્નોની રજુઆત બાદ પરિણામના બદલે માત્ર આશ્વાસન મળે છે તેથી “સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ એમ્પ્લોઈઝ યુનિયન” ના નામથી નવા યુનિયનની સ્થાપના કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News