દક્ષિણ ગુજરાતમાં સૂરજમુખીના ફૂલની નવી પ્રજાતિ મળી, તેને મહાન વનસ્પતિ શાસ્ત્રીનું નામ અપાયું
Gujarat News: ફૂલોની કેટલીક પ્રજાતિઓ એવી છે જે ઉનાળાની આકરી ગરમીમાં પૂરબહારમાં ખીલે છે. સૂરજમુખી પણ આવી જ એક પ્રજાતિ છે. જેના પર એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગના સંશોધક અને અધ્યાપક ડૉ. જયદીપ શર્માએ તાજેતરમાં જ પીએચડી કર્યું છે અને કેટલાક રોચક તથ્યો આ સંશોધન દરમિયાન જાણવા મળ્યા છે.
ડૉ. જયદીપ શર્માએ જૈવિક વૈવિધ્યની દ્રષ્ટિએ સમૃદ્ઘ દક્ષિણ ગુજરાતની સહ્યાદ્રી પર્વતમાળામાં આવતા પાંચ જિલ્લા સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં પોતાના વિભાગના વરિષ્ઠ પ્રોફેસર ડૉ. પી નાગરના માર્ગદર્શન હેઠળ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં જ સૂરજમુખીની 70 જેટલી પ્રજાતિઓ છે અને આ અભ્યાસ દરમિયાન એક પ્રજાતિ પણ મળી આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદનો ચોંકાવનારો મામલો, ઈજાગ્રસ્ત કારીગરને મૃત માની કપચીના ઢગલામાં દાટી દેતાં મોત
ડૉ. જયદીપ શર્મા કહે છે કે, સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે, સૂરજમુખીનુ પીળું ફૂલ હોય છે અને તે સુરજના તાપ સામે પણ અડીખમ રહે છે. જોકે, સૂરજમુખી પરિવારની તમામ પ્રજાતિઓના ફૂલ પીળા નથી હોતા. આ ઉપરાંત સૂરજમુખીના ફૂલમાં એક જ ફૂલ નથી હોતું. પાંચ થી લઈને 50 ફૂલોનો ગુચ્છો એવી રીતે ગોઠવાયેલો હોય છે કે જોનારને એક જ ફૂલ હોવાનો ભાસ થાય. મારા સંશોધન પહેલા ઉપરોક્ત વિસ્તારમાં 56 પ્રજાતિઓ નોંધાઈ હતી. બીજી 14 પ્રજાતિઓ મારા ધ્યાનમાં આવી છે. આમ દક્ષિણ ગુજરાતમાં સૂરજમુખીના પરિવારની 70 પ્રજાતિઓનું હવે ડોક્યુમેન્ટેશન થયું છે. આ પૈકી એક નવી પ્રજાતિ પણ અમે શોધી છે. જેના ફૂલ સફેદ અને ગુલાબી રંગની ઝાંય વાળા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેને નવી પ્રજાતિ તરીકે ઓળખ મળી છે. જેને અમે ગુજરાતના મહાન વનસ્પતિ શાસ્ત્રી જયકિશન ઠાકરનું નામ આપ્યું છે.
100 જેટલા આંતરાષ્ટ્રીય સંશોધકોના ગ્રુપમાં સમાવેશ
સરજમુખીની પ્રજાતિઓ પર સંશોધન કરનારા વિવિધ દેશોના સંશોધકોનું ગ્રુપ ધ ઈન્ટરનેશનલ કોમ્પોસિટે એલાયન્સ તરીકે ઓળખાય છે.જેમાં ૧૦૦ જેટલા સભ્યોનો સમાવેશ થાય છે.આ ગ્રુપમાં ભારતમાંથી એક માત્ર બોટની વિભાગના અધ્યાપક ડો.જયદીપ શર્માને સ્થાન મળ્યું છે.
આ પણ વાંચોઃ ગોંડલ હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા સહિત 4ની ધરપકડ, મોડી રાત્રે પોલીસની મોટી કાર્યવાહી
સૂરજમુખીની પ્રજાતિઓ પર સંશોધન કરનારા વિવિધ દેશોના સંશોધકોનું ગ્રુપ ધ ઈન્ટરનેશનલ કોમ્પોસિટે એલાયન્સ તરીકે ઓળખાય છે. જેમાં 100 જેટલા સભ્યોનો સમાવેશ થાય છે. આ ગ્રુપમાં ભારતમાંથી એક માત્ર બોટની વિભાગના અધ્યાપક ડૉ.જયદીપ શર્માને સ્થાન મળ્યું છે.
સૂરજમુખી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ જાણકારી
- સૂરજમુખીની વિવિધ પ્રજાતિઓમાં છોડ, વેલ અને 6 ફૂટ ઉંચા છોડ પણ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં 6 ફૂટ ઉંચાઈના ઘણા છોડ જોવા મળ્યા છે.
- કુદરતની ઉત્ક્રાંતિમાં સૌથી ઝડપથી અનુકૂલન સાધનારા છોડમાં સૂરજમુખી પહેલા નંબરે કહી શકાય. 5 સૂરજમુખીની પ્રજાતિઓ અત્યારે જોવા મળી રહેલા ક્લાઈમેટ ચેન્જ પ્રમાણે સૌથી ઝડપથી અનુકૂલન સાધી રહી છે.
- આર્થિક રીતે આ પ્રજાતિ મહત્ત્વની છે. સનફ્લાવર ઓઈલ માટે માટે સૂરજમુખીના ફૂલોની તોની ખેતી કરવામાં આવે છે. વાળ માટે વપરાતું ભૃંગરાજ પણ સૂરજમુખીની પ્રજાતિનું છે. કપૂરિયા તરીકે ઓળખાતી એક પ્રજાતિના છોડના પાંદડા મચ્છરો સામે ત્વચાને રક્ષણ આપવાનું કામ કરે છે.
- સૂરજમુખીના અડધા ફૂટનો વ્યાસ ધરાવતા વિશાળ ફૂલોથી માંડીને માંડ અડધા મિલિમીટરનું કદ ધરાવતા ફૂલોનીપ્રજાતિ પણ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે.
- આખા ગુજરાતમાં સૂરજમુખીની 101 પ્રજાતિઓ જોવા મળે છે.