ગુજરાત સરકારનો મોટો નિર્ણય: રાજકોટ અગ્નિકાંડ બાદ ગેમિંગ એક્ટિવિટી માટે જાહેર કર્યા નવા નિયમો

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: રાજકોટ અગ્નિકાંડ બાદ ગેમિંગ એક્ટિવિટી માટે જાહેર કર્યા નવા નિયમો 1 - image


Gaming Activities New Rules : રાજકોટના ટી.આર.પી ગેમિંગ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકારે ગેમિંગ એક્ટિવિટી એરિયા અને પ્લાનિંગ રેગ્યુલેશનની  CGDCRમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.  સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપીંગ મોલ તેમજ શોપીંગ કોમ્પ્લેક્ષ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમિંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહી છે, ત્યારે જાહેર સલામતી, સુરક્ષા અને જાહેર હિતને ધ્યાનમાં રાખતાં ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનીંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે. 

મુખ્યમંત્રીએ આવા ગેમિંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં  જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિત ધ્યાનમાં લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનીંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ CGDCRમાં કરવાના જનહિતમાં નિર્ણય કર્યા છે.  ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનીંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે. 

CGDCRમાં કઇ જોગવાઇઓ કરવામાં આવી

- ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની NOCની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે. 

- સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજ એરીયાની જોગવાઇઓ ૫ણ કરવામાં આવી છે.

- ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC તથા અન્ય તમામ લાયસન્સ, સર્ટિફિકેટ,  NOC, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે એવુ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

- આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્વિત કરવામાં આવ્યું છે કે, અગાઉ મેળવેલ વિકાસ ૫રવાનગી/ બી.યુ. ૫રવાનગીવાળા બાંઘકામોમાં ઉ૫યોગ શરૂ કરતાં ૫હેલાં નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝ્ડ ૫રવાનગી મેળવી લેવાની રહેશે. 

- ૫રવાનગી વિના વ૫રાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડ લેવાની જોગવાઇ પણ CGDCRના નવા રેગ્યુલેશન્સમાં કરવાના દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.


Google NewsGoogle News