Get The App

નવી મનપામાં વર્ગ 1 અને 2ની જગ્યાઓ પર ભરતી જાહેર થશે, રાજ્ય સરકારનો નિર્ણય

Updated: Jan 22nd, 2025

GS TEAM


Google News
Google News
GPSC


Municipal Corporation Recruitment : ગુજરાતની મહાનગર પાલિકાઓમાં ભરતી પ્રક્રિયાને લઈને સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં જાહેર કરાયેલી નવી મહાનગર પાલિકાઓમાં ક્લાસ 1 અને 2ના પદ પર ભરતી કરવાને લઈને સરકારે મંજૂરી આપી છે. ભરતી પ્રક્રિયા GPSC દ્વારા હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલે GPSCના ચેરમેન હસમુખ પટેલે પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે. 

નવી મહાનગર પાલિકાઓમાં ભરતી કરાશે

ગુજરાતમાં 9 નવી મહાનગર પાલિકાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, નડિયાદ, વાપી, નવસારી, મહેસાણા, ગાંધીધામ અને પોરબંદરને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જ્યારે રાજ્ય સરકારે નવી જાહેર કરાયેલી મહાનગર પાલિકાઓમાં ભરતીને લઈને જગ્યા ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે. 

આ પણ વાંચો: મોઢેરાના સૂર્યમંદિરમાં બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ, દેશભરના કલાકારોએ રજૂ કરી પોતાની આગવી પ્રસ્તૃતિ

આ મામલે GPSCના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, 'રાજ્યની મહાનગરપાલિકાઓની વર્ગ 1 અને 2ની જગ્યાઓ જીપીએસસી દ્વારા ભરવા રાજ્ય સરકારનો નિર્ણય. જગ્યાઓની વિગતો પ્રાપ્ત થતા આયોગ ભરતીની કાર્યવાહી ઝડપથી શરૂ કરશે.'


ભરતીમાં ભ્રષ્ટાચાર અટકે તે માટે GPSCને જવાબદારી સોંપવામાં આવે

ગુજરાતમાં અગાઉ નગર પાલિકાઓમાં અને મહા નગરપાલિકામાં ભરતીમાં  ગેરરીતિઓ બહાર આવી હતી. નડીયાદ નગરપાલિકામાં ભરતીમાં લાંબુ લિસ્ટ છેક રિજનલ કમિશનર સુધી પહોંચ્યું હતું. જેમાં ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ થયો હતો. વર્ગ 1 અને વર્ગ 2 જેવી જગ્યાઓ પર ભરતીમાં ભ્રષ્ટાચાર અટકે અને ગુણવત્તા યુક્ત ઉમેદવારોની ભરતી થઈ શકે તે માટે GPSC જેવી સંસ્થાને કામગીરી સરકાર દ્વારા સોંપવામાં આવે છે. GPSC પાસે ભરતી પ્રક્રિયાની એક સ્ટાન્ડર્ડ પ્લેટફોર્મ હોય, ભરતી પ્રક્રિયા ટ્રાન્સપેરેન્ટ અને ઝડપી બને છે.

આ ઉપરાંત હજુ મહા નગરપાલિકાઓ વચ્ચે કર્મચારીઓ-અધિકારીઓની બદલી ન થતી હોવાથી હવે નવી બનેલી મહા નગરપાલિકાઓમાં અનુભવી સ્ટાફની અછત રહેશે. મહાનગર પાલિકાના અધિકારીઓ ઇચ્છા ધરાવે છે કે સરકાર બદલીના નિયમોમાં ફેરફાર કરે, જેથી મહા નગરપાલિકાઓ વચ્ચે પણ અધિકારીઓની બદલી થઈ શકે.

Tags :