Get The App

ખોડલધામ જતાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે નવી સુવિધા શરુ

Updated: Nov 3rd, 2024


Google NewsGoogle News
Khodal Dham


Khodal Dham, Rajkot : દિવાળીનો તહેવાર અને નવા વર્ષે અનેક લોકો રાજ્ય સહિત દેશભરમાં વેકેશન માણવા જાય છે. જેમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ ગુજરાતમાં આવેલા પ્રખ્યાત મંદિરે જઈને દેવ દર્શન કરે છે. આ દરમિયાન રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામે આવેલા શ્રી ખોડલધામ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી. જ્યારે સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. 

ખોડલધામ જતાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે નવી સુવિધા શરુ 2 - image

સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા

પ્રસિદ્ધ ખોડલધામ મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો માતાના દર્શન કરવા ઉમટ્યાં હતા, ભક્તોએ માતાને શિશ ઝૂકાવી નવા વર્ષનો પ્રારંભ કર્યો છે. જ્યારે ખોડલધામ મંદિર ખાતે આવતા સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓને ધ્યાને રાખીને ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વારથી મંદિર સુધી જવા માટે નિઃશુલ્ક ઈ-રિક્ષા અને વ્હીલચેરની સુવિધા કરી છે. 

ખોડલધામ જતાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે નવી સુવિધા શરુ 3 - image

આ પણ વાંચો : અમરેલી: વેકેશનમાં સિંહ દર્શન કરવા જવાના છો? જતા પહેલા આ અહેવાલ ખાસ વાંચી લેજો

ખોડલધામના પૂજારીએ કહ્યું કે, જો લોકો ચાલી શક્તા નથી તેમની માટે એક્સેલેટર સીડીની પણ વ્યવસ્થા કરાઈ છે. રોજ માતાજીને ધજા ચડાવવામા આવે છે, આ સાથે યજ્ઞ કરવો અને માતાજીને વાધા અર્પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો : છઠ પૂજા માટે વતન જવાની હઠ! સુરત-અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ યથાવત્, પ્લેટફોર્મ બન્યા હંગામી ઘર

500થી વધુ સ્વયંસેવકો આપશે સેવા

ખોડલધામ કેમ્પસ હેડનું કહેવું છે કે, તહેવાર ટાણે ખોડલધામ મંદિર ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. પાર્કિંગ, ભોગનાલય, મંદિર પરિસર સહિતની જગ્યાએ નિરક્ષણ માટે 500થી વધુ સ્વયંસેવકો દ્વારા દર્શનાર્થીઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે.


Google NewsGoogle News