વડોદરાના પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજના પાણીના નિકાલની વિકટ સમસ્યા : 16.74 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે
Vadodara Corporation : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નો વિકટ છે, તે જ રીતે ડ્રેનેજના પાણીના નિકાલની સમસ્યા પણ છે. ડ્રેનેજ સમસ્યા હલ કરવા કોર્પોરેશન પૂર્વ ઝોનમાં વોર્ડ નં.16 અને વોર્ડ નંબર 4માં 16.74 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખશે.
વડોદરા શહેરના ડભોઇ રોડ મહાનગરનાળા બી એસયુપીનાના આવાસો તરફથી ભરતવાડી ચાર રસ્તાથી પટેલ એસ્ટેટથી ગાજરાવાડી ટાંકી સુધી મેન્યુઅલ પુશીંગ પધ્ધતીથી ડ્રેનેજ લાઇન નાખવાનો ખર્ચ 12.46 કરોડ થશે. હાલમાં ગાજરાવાડી પાણીની ટાંકી જતા ચાર રસ્તા પર મશીનહોલ સુધીની મુખ્ય ડ્રેનેજ વર્ષો જુની, જર્જરિત હોવાના લીધે ઘણા સમયથી બંધ અને ચોકઅપ છે. મુખ્ય લાઈન 12 ઇંચ ડાયા મીટરની 25 વર્ષ જેટલી જુની છે. મશીનહોલ નીચેના ભાગેથી તુટી ગયેલ છે. જેના કારણે મલિન જળનો સંપૂર્ણ નિકાલ ન થતો નથી. આ સમસ્યાના નિવેડો માટે નવી લાઈન નાખવી પડે તેમ છે. જે આશરે 20 ફૂટ ઊંડાઈમાં 1200 મીટરની લંબાઈમાં 24 ઇંચ ડાયામીટરની નાખવામાં આવશે.પૂર્વ ઝોન વિસ્તારમાં વોર્ડ-4 માં આવેલ ગોવર્ધન પાર્ક ચાર રસ્તાથી નિલેક્ષ સિટાડેલ કોમ્પલેક્ષ થી રાજીવનગર નાળા પાસે ટ્રંક લાઇન 4.28 કરોડના ખર્ચે નાખવામાં આવશે.