ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવક શરૂ, ઈતિહાસમાં પહેલીવાર આટલો ભાવ બોલાયો
ગયા વર્ષે 20 કિલો જીરુંનો ભાવ 36001 રૂપિયા સુધી બોલાયો હતો
Gondal Market Yard: ગોંડલ માર્કેટ યાર્ડનામાં નવા જીરાની આવક શરૂ થઈ ગઈ છે. ગોંડલ માર્કેટ યાર્ડના ઈતિહાસમાં પહેલીવાર 20 કિલો જીરાનો ભાવ 43,551 રૂપિયા બોલાયો છે. જે બાદ ખેડૂત અને વેપારીને હાર તોળા કર્યા હતા પેંડા ખવડાવી મીઠું મોઢું કરાવ્યું હતું. જો કે, ગયા વર્ષે જીરાનો ભાવ 36,001 રૂપિયા બોલાયો હતો.
જીરાનો ખેડૂતોમાં ખુશી જોવા મળી
ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાર મણ નવા જીરાની આવક થઈ હતી. આ જીરાનો મુહૂર્તનો 20 કિલોનો ભાવ 43,551 રૂપિયા સુધીનો સાણથલીના ખેડૂત અરવિંદભાઈ લાખાભાઈ ધડુક અને ભીખાભાઈ હરિભાઈ કચ્છીને મળ્યા હતા. યાર્ડમાં પરબઘણી એન્ટરપ્રાઇઝના વેપારી મેહુલભાઈ ખાખરીયાએ આ નવા જીરૂની ખરીદી કરી હતી.
ગયા વર્ષે નવા જીરાનો મુહૂર્તમાં 20 કિલોનો ભાવ 36001 રૂપિયા સુધી બોલાયો હતો. જે મોટા દડવાના ખેડૂત ધર્મેન્દ્રભાઈ વસાણી અને સાણથલીના ખેડૂત રમેશભાઈ ઉકાભાઈ કચ્છીને મળ્યો હતો. યાર્ડમાં પરબઘણી એન્ટરપ્રાઇઝના વેપારી મેહુલભાઈ ખાખરીયાએ આ જીરુંની ખરીદી કરી હતી.