પાડોશીએ શેર બજારમાં નફાની લાલચ આપી વેપારીને રૃા.૧.૩૦ કરોડનો ચુનો લગાવ્યો
ગાંધીનગર નજીક આવેલી કુડાસણની વસાહતમાં
ભાગીદારી પેઢીના નામે હાર્ડવેરના વેપારીને છેતરવામાં આવ્યા : ત્રણ સામે ઇન્ફોસિટી પોલીસમાં ગુનો દાખલ
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
કુડાસણમાં આવેલી સરલ હાઈટ્સ વસાતમાં રહેતા અને અમદાવાદ ખાતે માણકી એન્ટરપ્રાઇઝ થકી
હાર્ડવેરનો વેપાર કરતા વિશાલ પ્રહલાદભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની મિત્રતા
વસાહતમાં જ ડી ૪૦૪માં રહેતા અને શેર માર્કેટમાં નિફ્ટી ટ્રેડિંગનો વ્યવસાય કરતા
જૈમીન ભરતભાઈ પટેલ સાથે થઈ હતી અને તેમણે શેર બજારમાં રોકાણ કરવાની વાત કરી હતી
ત્યારબાદ શેર માર્કેટમા ટ્રેડીંગ કરવા વ્યાતકો એપોર્શન એલ.એલ.પી. પેઢી બનાવી તેના
નામથી ડીમેટ એકાઉન્ટ ખોલવાની વાત કરી હતી પરંતુ તેમા સમય લાગે તેમ હોવાથી તેણે
પોતાના ડીમેટ એકાઉન્ટ દ્વારા ટ્રાન્જેક્શન કરવાનું જણાવ્યું હતું. જેથી વિશાલે
ખાતામાંથી રૃ. ૫ લાખ ટ્રાન્સફર કર્યા હતા પરંતુ જૈમીન કોઈ હિસાબ આપતો ન હતો.જે
બાબતે પૂછતાં છઠ્ઠી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ જૈમીનના ભાઈ પાર્થ પટેલે વ્યાતકા એપોર્શન
એલ.એલ.પી. પેઢી નામથી પાર્ટનરશીપનો એગ્રીમેન્ટ કરી આપ્યું હતું. એટલે વિશાલ
જૈમીનના કહેવા મુજબ જૈમીન અને તેની પત્નિ શ્વેતાબેન અને પાર્થનાં ખાતામા પણ રૃપિયા
જમા કરાવતો રહ્યો હતો. હતો. ૩૦ એપ્રિલ સુધીમાં ૧.૪૦ કરોડ ત્રણેયના ખાતામાં
ટ્રાન્સફર કર્યા હતા. જે પેટે જૈમીને ટુકડે ટુકડે રૃ. ૧૦ લાખ પરત કર્યા હતા.
બાદમાં વિશાલે તપાસ આવું કોઈ એકાઉન્ટ પણ નહીં હોવાનું માલુમ પડયું હતું અને તેને
આપવામાં આવેલા હિસાબો પણ ખોટા છે. આખરે પોતાની સાથે રૃ. ૧.૩૦ કરોડથી વધુની
છેતરપિંડી થયાનું લાગતાં આ ત્રણેય વ્યક્તિઓ સામે પડતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં
ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ શરૃ કરી હતી.