Get The App

ગોધરામાં જ્યાં લાખો રૂપિયા લઇને ટીચરે સોલ્વ કરાવ્યું હતું નીટનું પેપર, ત્યાં કેટલા વિદ્યાર્થીઓ થયા પાસ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
ગોધરામાં જ્યાં લાખો રૂપિયા લઇને ટીચરે સોલ્વ કરાવ્યું હતું નીટનું પેપર, ત્યાં કેટલા વિદ્યાર્થીઓ થયા પાસ 1 - image


NEET UG Result 2024 : નીટ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પરીક્ષા કેન્દ્ર અને સિટી મુજબ માર્કસ જાહેર કરી દીધા છે. ઉમેદવાર એનટીએ નીટ યૂજીની સત્તાવાર વેબસાઇટ https://exams.nta.ac.in/NEET/  પર જઇને માર્ક્સ ચેક કરી શકો છો. તેને ચેક કરવા માટે વેબસાઇટના હોમ પેજ પર આપવામાં આવેલી 'NEET (UG) RESULT 2024 CITY/CENTRE WISE' લિંક પર ક્લિક કરવું પડશે. જાહેર કરવામાં આવેલા માર્ક્સ અનુસાર, ગોધરાના વિવાદિત જય જલારામ સ્કૂલ, પરવધી ગોધરા એક્ઝામ સેન્ટર પર 181 પરીક્ષાર્થીઓએ નીટની પરીક્ષા ક્વોલિફાઇ કરી છે. 

જોકે, નીટ યૂજી પરીક્ષામાં ગરબડીના મામલે સૌથી વધુ ચર્ચા ગુજરાતના જય જલારામ સ્કૂલ, પરવડી ગોધરાની રહી છે. ગોધરા નીટ પરીક્ષા કૌભાંડ કેસમાં સીબીઆઇએ સ્કૂલના પ્રિંસિપાલ પુરૂષોત્તમ શર્મા અને એક શિક્ષક તુષાર ભટ્ટ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના અનુસાર ફિજિક્સ ટીચર તુષાર ભટ્ટને નીટ-યૂજી પરીક્ષા કેન્દ્રમાં ડેપ્યુટી સુપ્રિટેંડેન્ટ બનાવવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓનું સેટિંગ હતું તેમને જેટલું આવડતું હોય એટલું પેપર સોલ્વ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને બાકી છોડી મુકવા માટે કહેવામાં આવ્યું હતું, જેને સોલ્વ કરવાની જવાબદારી શિક્ષક તુષાર ભટ્ટની હતી. 

જય જલારામ સ્કૂલ, પરવડીના પરીક્ષા કેન્દ્રમાં શું થયું હતું? 

ગોધરામાં કોપીના આરોપ બાદ ગુજરાત પોલીસે તુષાર ભટ્ટ, રોય, પુરૂષોત્તમ શર્મા, વિભોર આનંદ અને સ્કૂલ શિક્ષકો સાથે સંકળાયેલા મધ્યસ્થ આરિફ વોરાના નામ સામેલ છે. રોયને બાદ કરતાં સીબીઆઇને ચારેય આરોપીઓના રિમાન્ડ મળ્યા હતા. શિક્ષક તુષાર ભટ્ટ પેપર સોલ્વ કરવાના હતા. પરીક્ષા કેન્દ્ર પર જે વિદ્યાર્થીઓનું સેટિંગ હતું, તેમણે OMR શીટમાં જેટલું આવડતું હતું એટલા લખવાનું કહ્યું અતું, બાકીનું પેપર તુષાર ભટ્ટ સોલ્વ કરવાના હતા. 

તુષારે સ્વિકાર્યું હતું કે તેણે પેપર સોલ્વ કરવાના બદલામાં પરીક્ષાર્થીઓ પાસેથી 10-10 લાખ રૂપિયાની માંગ કરી હતી, જ્યારે સર્ચ દરમિયાન તેમની ગાડીમાંથી 7 લાખ રોકડા મળ્યા હતા. પોલીસે તુષાર ભટ્ટના મોબાઇલ ફોનમાંથી 5મે ના રોજ 16 પરીક્ષાર્થીઓના નામ, રોલ નંબર અને તેમના પરીક્ષા કેન્દ્રોની એક યાદી મળી હતી. 

આ વિવાદિત પરીક્ષા કેન્દ્રનો કોડ 220502 છે. એનટીએ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર આ પરીક્ષા કેન્દ્ર પર 5 મેના રોજ કુલ 648 ઉમેદવારોને અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં એડમિશન માટે નેશનલ એલિઝિબિટી કમ એન્ટ્રેસ ટેસ્ટ એટલે કે NEET UG 2024 ની પરીક્ષા આપી હતી. તેમાંથી 181* ઉમેદવારોએ નીટ યૂજી પરીક્ષા ક્વોલિફાઇ કરી છે. આ વર્ષે જનરલ કેટેગરી માટે પાસિંગ માર્ક્સ 164 છે. 

ગોધરામાં જ્યાં લાખો રૂપિયા લઇને ટીચરે સોલ્વ કરાવ્યું હતું નીટનું પેપર, ત્યાં કેટલા વિદ્યાર્થીઓ થયા પાસ 2 - image

આ પરીક્ષા કેન્દ્ર પર 720માંથી ટોપ સ્કોર 600 પોઇન્ટ રહ્યો છે, ફક્ત એક વિદ્યાર્થીને સૌથી વધુ 600 માર્ક્સ મળ્યા છે, જ્યારે 7 વિદ્યાર્થીને 500 અથવા તેનાથી વધુ માર્ક્સ મળ્યા છે. આ પરીક્ષા કેન્દ્ર પર સરેરાશ માર્ક્સ 200 છે. સૌથી ઓછા -12 છે, ત્રણ વિદ્યાર્થીઓનું પરિણામ -3, -5 અને -12 રહ્યું છે. 


Google NewsGoogle News