ત્રણ દિવસ પૂર્વે મહીનદીમાં સગીર પ્રેમી પંખીડાનો આપઘાત : શોધખોળ બાદ NDRF ની ટીમે મૃતદેહ શોધી કાઢ્યા
Vadodara Suicide Case : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીના કિનારે બાઇક મૂકી અભ્યાસ કરતા સગીર પ્રેમી પંખીડાએ પડતું મૂકયું હતું. મહી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં લાપતા થયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીનો પત્તો ન લાગતા NDRFની પણ મદદ લીધી હતી. આજુબાજુના ગામમાં રહેતા અને એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રેમી વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ મહિ નદીમાં પડતું મૂકતા પંથકમાં ચકચાર જગાવી મૂકી છે. ઘટનાના ત્રીજા દિવસે સગીર પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવ્યા છે.
ત્રણ દિવસ પહેલા તેની પંખીડાએ મહીસાગર નદીમાં પડીને આપઘાત કર્યો હતો તે બાદ તેઓની શોધખોળ કરવામાં આવતા આજે બપોરે NDRFની ટીમને પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવ્યા હતા.
આપઘાત કરનાર સાવલી તાલુકાના નાનીસરા ગામના રહેવાસી વિવેક સોમાભાઈ ભોઈ અને દેવલીયાપુરા ગામના રહેવાસી જયુબેન લાલજીભાઈ ગોહિલ હોવાનું જણાઈ આવ્યું છે. બે દિવસ બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા છે. આ બંન્નેમાંથી કિશોર ધોરણ 12 માં અને કિશોરી ધોરણ 10 માં વાંકાનેર એન.ડી.ભાવસાર શાળામાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.