Get The App

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના પૂર્વ સદ્દસ્ય અને મહિલા ચેરમેનના પતિને હનીટ્રેપમાં ફસાવ્યાની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના પૂર્વ સદ્દસ્ય અને મહિલા ચેરમેનના પતિને હનીટ્રેપમાં ફસાવ્યાની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ 1 - image


Surendranagar News | પાટડી પોલીસ મથકે જિલ્લા પંચાયતન પૂર્વ સદ્દસ્યને એક યુવતી દ્વારા હની ટ્રેપમાં ફસાવી તેનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી રૂા.૧૦ લાખની ખંડણી માંગી હતી. જે અંગે ભોગ બનનાર જિલ્લા પંચાયતના પૂર્વ સદ્દસ્યએ પાટડી પોલીસ મથકે બે યુવતિ સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદ્દસ્ય તેમજ મહિલા ચેરમેનના પતિ નટુભાઈ(નટુજી) પથુભાઈ ઈલોરીયાને ગત સપ્ટેમ્બર ૨૦૨૪થી ફેબુ્રઆરી ૨૦૨૫ દરમિયાન માલતી નામની યુવતીએ અવાર-નવાર મોબાઈલ ફોનમાં વાતો કરી અલગ-અલગ યુવતીઓની તસવીરો વોટસએપમાં મોકલી હતી. યુવતીએ રૂબરૂમાં મળી વીડિયો કોલથી યુવતી બતાવી લાલચ આપી હતી તેમજ રોકડ રૂા.૫ હજાર લઈ જઈ (અંદાજે ઉ.વ.૨૨) એક યુવતીને મોબાઈલ ફોન સાથે ફરિયાદી પાસે પાટડીની ફુલકી ચોકડી પાસે આવેલી નટુભાઇના બોર પર મોકલી હતી.

ત્યાર બાદ માલતીએ મોકલેલી યુવતીએ નિવસ્ત્ર થઈ ફરિયાદી સાથે શરીર સુખ માણવા બળજબરી કરતા ફરિયાદીએ ના પાડતા યુવતીએ ફરિયાદીના કપડા પણ ઉતરાવ્યા હતા અને છુપી રીતે તેના મોબાઈલમાં તે અંગેનો વીડિયો લીધો હતો. જે વીડિયો યુવતીએ ઈમરાન તેમજ દશરથભાઈ ભલાભાઈ પટેલને આપી ફરિયાદીને ભરત ઠક્કર નામના વ્યક્તિ સાથે ટેલીફોનીક વાત કરાવી રૂા.૧૦ લાખની ખંડણી માંગી હતી અને જો આ રકમ આપવામાં નહીંં આવે તો ફરિયાદીને બદનામ કરી દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. ટ્રેપમાં ફસાવી ગુનો આચર્યો હતો. જે અંગે ભોગ બનનાર ફરીયાદીએ પાટડી પોલીસ મથકે હનીટ્રેપ અંગે બે યુવતી (માલતી અને અન્ય એક યુવતી) અને ત્રણ શખ્સ (ઈમરાન, દશરથભાઈ ભલાભાઈ પટેલ અને ભરત ઠક્કર) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ભાજપના રાજકીય આગેવાન હનીટ્રેપનો શિકાર બનતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે અને આ અંગે ચર્ચાઓએ જોર પકડયું છે.



Google NewsGoogle News