Get The App

NCC કેડેટ્સની ભરતી પ્રક્રિયા, પહેલી વખત એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવાઈ

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
NCC કેડેટ્સની ભરતી પ્રક્રિયા, પહેલી વખત એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવાઈ 1 - image


MSU NCC Recruitment Exam : એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એનસીસીમાં કેડેટસ તરીકે પણ જોઈન થઈ શકે છે. એનસીસીની આર્મી વિંગ માટે આજે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પહેલી વખત એનસીસીમાં પ્રવેશ માટે આજે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી.

મળતી વિગતો પ્રમાણે  એનસીસીની આર્મી વિંગમાં કેડેટસ તરીકે લગભગ 200 વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવનાર છે. આજે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તેમાં વિવિધ ફેકલ્ટીઓના 500 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા. 

NCC કેડેટ્સની ભરતી પ્રક્રિયા, પહેલી વખત એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવાઈ 2 - image

ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધ્યાપકોએ આપેલી જાણકારી પ્રમાણે એનસીસીમાં પ્રવેશ માટે દર વર્ષે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી પાસે એનસીસીનું એ સર્ટિફિકેટ હોય તો તે ગણતરીમાં લેવાય છે. આ સિવાય વિદ્યાર્થીના પરિવારના સભ્યો અગાઉ સંરક્ષણદળોમાં ફરરજ બજાવી ચૂકયા હોય તો તેના પણ માર્કસ મળે છે. આ વખતે પહેલી વખત 50 માર્કસનો ટેસ્ટ પણ આજે લેવામાં આવ્યો છે. 

જેમાં  સાંપ્રત મુદ્દાઓ પરના સવાલો પૂછવામાં આવ્યા હતા. લેખિત પરીક્ષા લેવા પાછળનું કારણ એ છે કે, એનસીસી કેડેટસે ભવિષ્યમાં આર્મીમાં જોડાવું હોય તો આના કરતા પણ અનેકગણી અઘરી પ્રવેશ પરીક્ષા પાસ કરવાની હોય છે. જેનો એક પ્રાથમિક અનુભવ તેમને મળી શકે.

 અધ્યાપકોનું કહેવું છે કે, આજે જો નિયત કેડેટસની ભરતી નહીં થઈ શકે તો ભરતી પ્રક્રિયાનો વધુ એક રાઉન્ડ હાથ ધરાશે. આ પહેલા એનસીસીની એર વિંગ અને નેવી વિંગની ભરતી પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે.


Google NewsGoogle News