Get The App

માતા બ્રહ્મચારિણી ભક્તોની આ મનોકામના પૂરી કરે છે, જાણો નવરાત્રીના બીજા દિવસનું મહત્વ

Updated: Sep 27th, 2022


Google NewsGoogle News
માતા બ્રહ્મચારિણી ભક્તોની આ મનોકામના પૂરી કરે છે, જાણો નવરાત્રીના બીજા દિવસનું મહત્વ 1 - image


- ભક્તોએ માતા બ્રહ્મચારિણીની પૂજા કરતી વખતે ગુલાબી અથવા સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવા

અમદાવાદ. તા. 27 સપ્ટેમ્બર 2022, મંગળવાર

આજે 27મી સપ્ટેમ્બર 2022 મંગળવારના રોજ શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે. નવરાત્રિના બીજા દિવસે માતા દુર્ગાના બીજા સ્વરૂપ માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાનો નિયમ છે. બ્રહ્મા એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર. તપનું આચરણ કરનારી દેવીના રૂપમાં ભગવતી દુર્ગાના બીજા સ્વરૂપનું નામ બ્રહ્મચારિણી પડ્યું. દેવીએ ભગવાન શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. ભક્તો અને સાધકો દેવી દુર્ગાના તપસ્વી સ્વરૂપની ઉપાસના કરીને અનંત શુભ પરિણામો મેળવે છે. આ વર્ષે 27 સપ્ટેમ્બરે દેવી બ્રહ્મચારિણીના દર્શન થશે. કાશી ખંડમાં દેવીનું સ્થાન દુર્ગા ઘાટ કહેવાય છે. જાણો નવરાત્રિના બીજા દિવસ સાથે જોડાયેલી ખાસ વાતો-

કઈ મનોકામના પૂરી થાય છે:

નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી જાતકને આદિ અને વ્યાધિ રોગોથી મુક્તિ મળે છે.

આજનો શુભ રંગ:

માતા બ્રહ્મચારિણીને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે.

માતા બ્રહ્મચારિણી ભક્તોની આ મનોકામના પૂરી કરે છે, જાણો નવરાત્રીના બીજા દિવસનું મહત્વ 2 - image

આજે કયા રંગના વસ્ત્રો પહેરાવા:

ભક્તોએ પૂજા કરતી વખતે ગુલાબી અથવા સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવા. 

આજના દિવસનું મહત્વ:

ભગવતી બ્રહ્મચારિણીનું પૂજન કરવાથી શિવજી પણ પ્રસન્ન થાય છે. યમ, નિયમના બંધનમાંથી મુક્તિ મળે છે. બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે ભગવતીએ તપસ્યા કરી હતી તેથી તેમનું નામ બ્રહ્મચારિણી પડ્યું હતું. 

માતા બ્રહ્મચારિણી ભક્તોની આ મનોકામના પૂરી કરે છે, જાણો નવરાત્રીના બીજા દિવસનું મહત્વ 3 - image

માતા બ્રહ્મચારિણીની વ્રત કથા

માતા બ્રહ્મચારિણીનો જન્મ રાજા હિમાલયના ઘરે થયો હતો. નારદજીની સલાહ પર તેમણે કઠોર તપસ્યા કરી જેથી તેમને તેમના પતિના રૂપમાં ભગવાન શિવ મળી શકે. કઠોર તપસ્યાને લીધે તેમનું નામ બ્રહ્મચારિણી અથવા તપશ્ચરિણી પડ્યું હતું. ભગવાન શિવની પૂજા દરમિયાન તેમએ 1,000 વર્ષ સુધી માત્ર ફળો અને ફૂલો ખાધા અને 100 વર્ષ સુધી માત્ર ઔષધિઓ ખાઈને જીવીત રહ્યા હતા. કઠોર તપસ્યાથી તેનું શરીર ક્ષીણ થઈ ગયું. તેમની તપસ્યા જોઈને તમામ દેવતાઓ, ઋષિમુનિઓ ખૂબ પ્રભાવિત થયા. તેમણે કહ્યું કે, તમારા જેવું કોઈ ન કરી શકે. તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. તમને ભગવાન શિવ પતિના રૂપમાં પ્રાપ્ત થશે. 


Google NewsGoogle News