રાજકોટમાં નવરાત્રિને લઈને નિયમોમાં ફેરફાર, આયોજકોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવુ પડશે
Navratri Festival 2024: આગામી ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રિનો આરંભ થઈ રહ્યો છે, જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટમાં નવરાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરાયો છે. જેમાં આયોજકો માટે કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે.
નવરાત્રિને લઈને નવા નિયમો જાહેર
•ખાનગી આયોજકોએ સોગંધનામામાં નામ રજૂ કરવા પડશે.
•માર્ગ અને મકાન વિભાગ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલીટી સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે.
•ફાયર સુવિધા અને ઈલેક્ટીક સાધનોના અધિકૃત અધિકારી પાસેથી પ્રમાણપત્રો લેવા જરૂરી.
•નવરાત્રિ મેદાનમાં ખાણી પીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેકટરની મંજૂરી લેવી જરૂરી છે.
•એમ્બ્યુલન્સ અને ડોકટર સ્થળ પર હાજર રાખવા પડશે.
•CCTV સાથે સિક્યુરિટી પણ ફરજિયાત રાખવી પડશે.
આ પણ વાંચો: ગોધરાની શાળામાં દાઝી ગયેલી બાળકીનું મોત, જવાબદાર શિક્ષકો સામે પરિવારે નોંધાવી ફરિયાદ
ગરબા કાર્યક્રમમાં પ્રવેશ માટે આધાર કાર્ડ ફરજિયાત
ઉલ્લેખનીય કે, રાજકોટમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન આયોજિત ગરબા કાર્યક્રમોમાં પ્રવેશ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે ગરબા ઈવેન્ટના આયોજકોએ જાહેરાત કરી હતી કે કથિત ‘લવ જેહાદ’ અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને ઈવેન્ટમાં પ્રવેશ માટે ફોટો ઓળખ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે.