વડોદરામાં રાષ્ટ્રીય પક્ષી મોરનું કરંટ લાગતા મૃત્યુ થયું, જીવદયા કાર્યકરો અને રહીશો શોકાતૂર થયા, તિરંગા સાથે સન્માન આપ્યું
Vadodara : વડોદરાના બિલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે રાષ્ટ્રીય પક્ષી મોરનું કરંટ લાગવાથી મૃત્યુ થતાં સ્થાનિક રહેવાસીઓ અને જીવદયા પ્રેમીઓ શોકાતુર બન્યા હતા.
બીલ રોડ ઉપર આવેલી નિસર્ગ પેલેડિયમ નામની સાઈટ પાસે ગઈકાલે રાત્રે એક મોર થાંભલા પર બેઠો ત્યારે કરંટ લાગતા તત્કાળ પ્રાણ નીકળી ગયા હતા અને નીચે પટકાયો હતો.
બનાવને પગલે થાની રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા અને જીઓ દયા કાર્યકરોની મદદ લીધી હતી. જીઆઇડીસીના જયેશ પટેલ અને તેમની ટીમ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક રહેવાસીઓએ દાખવેલી જાગૃતિને બિરદાવી હતી.
રાષ્ટ્રીય પક્ષી હોવાને કારણે મોરના મૃતદેહ પર તિરંગો લપેટવામાં આવ્યો હતો અને ફુલહાર કરી સન્માન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગને અંતિમ ક્રિયા માટે મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આ વિધિ દરમિયાન કાર્યકરો તેમજ રહીશોની આખો ભીંજાઈ ગઈ હતી.