જામનગરમાં હિન્દુ સેનાએ સ્થાપેલી ગોડસેની પ્રતિમાને કોંગ્રેસના નેતાઓ-કાર્યકરોએ તોડી નાંખી

Updated: Nov 16th, 2021


Google NewsGoogle News
જામનગરમાં હિન્દુ સેનાએ સ્થાપેલી ગોડસેની પ્રતિમાને કોંગ્રેસના નેતાઓ-કાર્યકરોએ તોડી નાંખી 1 - image


જામનગર, તા. 16. નવેમ્બર, 2021 મંગળવાર

મહાત્મા ગાંધીના જન્મસ્થળ ગુજરાત રાજ્યમાં જ જામનગરમાં તેમના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમા લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. સોમવારે હિન્દુ સેનાએ ગોડસેની પ્રતિમા મુકી હતી અને આજે સવારે કોંગ્રેસના કાર્યકરોએ તેને તોડી નાંખી છે.

ગાંધીજીના હત્યારા ગોડસેને 10 ફેબ્રુઆરી, 1949ના રોજ ફાંસીની સજાનો ચુકાદો અપાયો હતો.15 નવેમ્બરે તેને ફાંસી આપવી દેવામાં આવી હતી.આ પ્રસંગે  જામનગરમાં હિન્દુ સેનાએ નાથુરામ ગોડસેની પ્રતિમા મુકવાની જાહેરાત 8 ઓગસ્ટે જ કરી દીધી હતી.જોકે તંત્ર દ્વારા આ માટે મંજૂરી અપાઈ નહોતી.

જામનગરમાં હિન્દુ સેનાએ સ્થાપેલી ગોડસેની પ્રતિમાને કોંગ્રેસના નેતાઓ-કાર્યકરોએ તોડી નાંખી 2 - image

એ પછી જામનગરના હનુમાન આશ્રમમાં ગોડસેની પ્રતિમા સ્થાપવામાં આવી હતી.જેને લઈને રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરો આજે સવારે આશ્રમ પહોંચ્યા હતા અને ગોડસેની પ્રતિમા તોડી નાંખી હતી.ધ્યાન ખેંચનારી વાત એ હતી કે, પ્રતિમા તોડતી વખતે કોંગ્રસેના નેતાઓ અને કાર્યકરોએ પણ ભગવા ખેસ ધારણ કરેલા હતા. 


Google NewsGoogle News