કોલ્ડવોર મામલે નરેશ પટેલનું મોટું નિવેદન, 'ઘરમાં મતભેદ થાય પરંતુ ઘરની વાત ઘરમાં જ રહેવી જોઇએ'
Naresh Patel Statement: આજે ખોડલધામના ચેરમેન અને લેઉઆ પાટીદારના આગેવાન નરેશ પટેલનો જન્મ દિવસ છે. આ પ્રસંગે રાજકોટ સરદાર ધામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખોડલધામના ટ્રસ્ટ્રી, કન્વિનરો અને સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનનાં ટ્રસ્ટીની બેઠક મળી હતી. ત્યારે ચૂંટણી ટાળે વકરેલા પત્રિકા વિવાદને લઈને નરેશ પટેલએ નિવેદન આપ્યું હતું.
નરેશ પટેલે કહ્યું હતું કે જરૂર પડે અમે જયેશ રાદડીયા સાથે ઉભા રહ્યા છીએ. જ્યારે પણ કોઇ રાજકીય વિવાદ થાય ત્યારે ખોડલધામનું નામ આગળ ધરી દેવામાં આવે છે. જે યોગ્ય બાબત નથી. સમાજના લોકોએ સાથે રહીને કામ કરવું જોઇએ. જો અમે રાજકીય એક્ટિવ ન રહીએ તો સામાજિક કામો ન થાય. તે રાજકીય એક્ટિ છે તેમને હું સપોર્ટ કરીશ ભલે પછી તે જયેશ રાદડીય હો કે કોઇ અન્ય નેતા હોય કે પછી સામાન્ય નાગરિક ખોડલધામ હંમેશા મદદ કરવા માટે તત્પર છે.
નરેશ પટેલે આગળ કહ્યું હતું કે ઘરમાં મતભેદ થાય પરંતુ ઘરની વાત ઘરમાં જ રહેવી જોઇએ. ખોડલધામ તરફથી કોઇપણ વ્યક્તિ પ્રત્યે કોઇ મતભેદ કે દ્રેષરાગ નથી. જયેશ રાદડિયા માટે એટલું કહીશ કે તે પાટીદાર સમાજના યુવા નેતા છે. તે સારું કામ કરી રહ્યા છે. તેમને જયારે પણ જરૂર પડે છે ત્યારે અમે તેમની સાથે હોઈશું.
નરેશ પટેલ પૂછવામાં આવ્યું કે પાટીદારો સરદાર કોણ તો તેમણે જવાબમાં કહ્યું હતું કે પાટીદાર સમાજમાં રાજકીય અને સામાજિક દ્વષ્ટિએ ઘણા મોટા આગેવાનો છે. પાટીદાર સમાજ હંમેશા ચાલે લઇને ચાલનારો સમાજ છે. જે વ્યક્તિ બધાના હિતને ધ્યાનમાં રાખીને કામ કરતો તેનાથી પાટીદાર સમાજ ખુશ જ હોય છે.
નરેશ પટેલે જયેશ રાદડિયાના ટકરાવ પર વધુમાં કહ્યું કે, "જયેશ રાદડિયા સાથે મને કોઇ વાંધો નથી. જયેશ યુવા નેતા છે, પાટીદાર સમાજનો છે. જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઉભા રહ્યાં છે, તે ઇતિહાસ કોઇને ભૂલવાની જરૂર નથી. જ્યારે જયેશભાઇને જરૂર પડશે તો અમે તેમની સાથે ઉભા રહેવા તૈયાર છીએ."