Get The App

સોશ્યલ મીડિયા પર શું નિવેદન કર્યું છે તેમ કહી નાગરવાડાના યુવક પર હુમલો

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
સોશ્યલ મીડિયા પર શું નિવેદન કર્યું છે તેમ કહી નાગરવાડાના યુવક પર હુમલો 1 - image

વડોદરાઃ નાગરવાડા નવીધરતી વિસ્તારમાં એક યુવક પર હુમલાનો બનાવ બનતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

નવીધરતીના રોહિતવાસમાં રહેતા યોગેન્દ્ર બારોટે પોલીસને કહ્યું છે કે,ગઇરાતે હું વારસિયા હતો ત્યારે કાદરખાન પઠાણનો તું ક્યાં છે તેમ કહી મળવા માટે  બે વાર ફોન આવ્યો હતો. 

મોડીરાતે હું ઘર પાસે કાર પાર્ક કરતો હતો ત્યારે કાદરખાન સ્કૂટર લઇને આવ્યો હતો અને મને હાથપકડીને સ્કૂટર પર બેસાડી નજીકમાં ચા ની લારી એ લઇ ગયો હતો.જ્યાં તેણે સ્કૂટર પાર્ક કરી સોશ્યલ મીડિયા પર શું નિવેદનો કરે છે તેમ કહી બેઝબોલની સ્ટીક વડે હાથે અને પગે ફટકા માર્યા હતા.જેથી કારેલીબાગ પોલીસે ગુનો નોંધ્યો છે.

Tags :