ઉમરેઠમાં મંજૂરી વિના લગાવેલા હોર્ડિંગ્સ ઉતારવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો, ચીફ ઓફિસરને માર્યો લાફો
Umreth Nagarpalika: આણંદ જિલ્લામાં આવેલ ઉમરેઠ નગરપાલિકામાં મહિલા ચીફ ઓફિસર અને કર્મચારીઓ ઉપર કેટલાક શખસોએ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. ઉમરેઠમાં સરકારી જગ્યામાં મંજૂરી વિના ગેરકાયદે રીતે લગાવાયેલા હોર્ડિંગ્સ ઉતારવા ગયેલી પાલિકાની ટીમ સામે કેટલાક શખસોએ બોલાચાલી કરી હતી. જે બાદ આ મામલો ઉગ્ર બનતાં એક શખસે પાલિકના મહિલા ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીને લાફો માર્યો હતો. હાલ આ મામલે પોલીસે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીએ જણાવ્યું હતું કે,ઉમરેઠ નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જાગનાથ ભાગોળ ગેટ નજીક નગરપાલીકાની હદમાં ગેરકાયદે રીતે લગાવેલા હોર્ડિંગ્સ લાગેલા હતા. તેને દૂર કરવાની કામગીરી કરતા કેટલા શખસોએ પાલિકાની ટીમ સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન જાઈદ પઠાણે મને લાફો માર્યો હતો. જ્યારે મુસ્તાક મહેમુદમિયા બેલીમે પાલિકાકર્મી નીતિન પટેલને ત્રણથી ચાર લાફા માર્યા હતા. તેમણે કહ્યું હતું કે જો અમારા લગાવેલ બોર્ડ ઉતારશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપીને ભાગી ગયાં હતાં.'
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડ પછી સરકાર સફાળી જાગી, હવે કાયદાનો કડક અમલ કરાવવાનું નાટક
5 સખશો સામે નોંધાઈ ફરિયાદ