ભુજમાંથી મળ્યો પૌરાણિક ખજાનો ભરેલો પટારો, ખોલ્યો તો નિકળી રાજાશાહી વખતની પૌરાણિક વસ્તુઓ
Mythological Treasures Found In Bhuj: વર્ષો પહેલા ભુજ શહેરના મહાદેવ ગેટ ખાતે જૂની મામલતદાર કચેરી ધમધમતી હતી અને હાલમાં ત્યાં જિલ્લા તેમજ હોમગાર્ડ યુનિટ કચેરી કાર્યરત છે ત્યારે અહીંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો છે. પશ્વિમ કચ્છ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની ઓફિસમાં રાખેલ જુના જમાનાના પટારાની તપાસ કરતા તેમાંથી રાજાશાહી વખતની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી.
ભુજ શહેર ખાતે આવેલા મહાદેવ ગેટ પાસે જૂની મામલતદાર કચેરી જે ટંકશાળ તરીકે ઓળખાય છે. તેમાં જિલ્લા હોમગાર્ડ કચેરી કાર્યરત કરાઈ છે અને જિલ્લા કમાન્ડન્ટ જે પટારો ટેબલ તરીકે રાખીને બેસતા હતા તેમાંથી વર્ષો જૂનો ચાંદી નો સામાન મળી આવ્યો છે. આ મોટો પટારો જુના જમાનાનો હતો. જિલ્લા કમાન્ડન્ટ મનીષભાઈ બારોટનું ધ્યાન પટારાના ખુલા તાળા ઉપર જતા તેમણે તાત્કાલિક પ્રાંત અધિકારી અનિલ જાદવ ને જાણ કરી હતી.
160 કિલો સોનાનું શોધવા માટે દરિયો ખૂંદ્યો, ભંગારમાંથી મળ્યો 920 કરોડનો ખજાનો!
પ્રાંત અધિકારીની ગંભીરતા અને સતર્કતાથી તેમણે તાત્કાલિક તપાસ માટે મામલતદાર એન.એસ મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર નાયબ મામલતદાર શિવજીપાયાન સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. જેની તપાસ કરતાં તે પટારો ભૂકંપ સમયે કોઈ જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ સહિત જમા કરાવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યા હતું. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ સ્થળને સીલ મારી તપાસ કરી હતી. પ્રાથમિક તપાસ કરતા ભૂકંપ સમય આ વસ્તુઓ જમા કરાવવામાં આવેલ હતી.
VIDEO : 32 લોકોની બલિ, ઢગલાબંધ સોનું...,1200 વર્ષ જૂની મજારમાં ખજાના સાથે મળી ચોંકાવનારી વસ્તુઓ
અત્રે ઉલ્લેખનીય છે કે જે તે વખતે ભૂકંપ સમય અહીં મામલતદાર કચેરી અને જૂની ટંકશાળ કચેરી કાર્યરત હતી. ત્યારબાદ ઓફિસનું સ્થળાંતર થતાં આ પટારા સહિતની ચીજ વસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આમાં જિલ્લા કમાન્ડટની સમય સુચકતા અને જાગૃતિને કારણે વર્ષોથી પડેલા આ કિંમતી માલ સામાન મળી આવ્યો હતો.
ચાંદીના પતરાંથી મઢેલી જૂનવાણી ડિઝાઈનની 20 પૌરાણિક વસ્તુઓથી પટારો ભરેલો હતો
1- બંદુક લાંબા નાળચા વાળી બે નંગ
2- ઘંટ નંગ.1
3- ઝુલાના સ્તંભ બે નંગ
4- ઝુલો -૧, ચાંદીના પતરાવાળો
5- ઝુલાના ચાંદી પતરાવાળા પાઈપ-4
6- ચાંદીના પતરાવાળા બે તોરણ
7 - ચાંદીના પતરાવાળા હાથી નંગ-બે
8-ચાંદીના પતરાવાળી હાથી અંબાડી- 2
9- જોડીયું નંગ.૧. ચાંદીના પતરાવાળું.
10- ચાંદીના પતરાવાળું ચોકઠું. - નંગ.1
11- હાથીના મોઢાવાળી ૪ આકૃતિઓ
12-ઢોલી નંગ.૨ ચાંદીના પતરાવાળા
13- વાદક નંગ.૨ ચાંદીના પતરાવાળા
14-સેવક નંગ.૨ ચાંદીના પતરાવાળા
15- વ્યકિતઓ-બે. ચાંદીના પતરાવાળા
16- મોર નંગ.૨ (મિકસ ધાતુના)
17- ઢેલ, તેની પાંખ -3 (મિકસ ધાતુ)
18- કળશ નાના- નંગ.7
19- સ્ટેન્ડ નાના - નંગ.12
20- શંકુ આકારના કળશ- નંગ.4