મારા દીકરો ગેમ રમીને ગાંડો થઈ જશે, તેને બોડી બનાવવી છે: મહિલાએ અભયમ પાસે મદદ માગી

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
મારા દીકરો ગેમ રમીને ગાંડો થઈ જશે, તેને બોડી બનાવવી છે: મહિલાએ અભયમ પાસે મદદ માગી 1 - image


Image Source: Freepik

વડોદરાની એક મહિલાએ તેના ધોરણ 10માં અભ્યાસ કરતા પુત્રની બગડતી જતી મનોસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી અભયમ પાસે મદદ માગી છે.

અકોટા વિસ્તારમાં રહેતી મહિલાએ કહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી હું મારા 10 વર્ષના પુત્ર સાથે પતિ થી અલગ રહું છું અને નોકરી કરી ગુજરાન ચલાવું છું. પરંતુ મારા પુત્ર એ મને ખૂબ જ ટેન્શનમાં લાવી દીધી છે. 

ધોરણ 10માં અભ્યાસ કરતો મારો પુત્ર ભણવામાં ધ્યાન આપતો નથી અને આખો દિવસ ગેમ રમ્યા કરે છે. તેને બોડી બનાવવાની ધૂન ચડી છે અને કસરતના સાધન માટે જીદ કરે છે. હમણાં ભણવાની ઉંમર છે બોડી બનાવવાનો સમય નથી તેમ કહી હું તેને સમજાવું તો ગાળા ગાળી કરે છે.

મહિલાએ કહ્યું છે કે મારા દીકરાને જે પણ વસ્તુ જોઈએ તે 10 મિનિટમાં લાવી આપવી પડે અને જો તેની માંગણી ના સંતોષાય તો ઘરમાં તોડફોડ કરી નુકસાન કરે છે. મને એવી ચિંતા છે કે મારો દીકરો ક્યાંક ગાંડો ન થઈ જાય.

પોલીસને સાથે રાખી આવેલી અભયમ ની ટીમે દીકરાનું ખાસ્સો સમય સુધી કાઉન્સેલિંગ કર્યું હતું અને આખરે તેણે પોતાની ભૂલ કબૂલી હવે પછી ભણવા સિવાય કશામાં ધ્યાન નહીં આપે તેવી ખાતરી આપી હતી. 



Google NewsGoogle News