સાસુએ જબરદસ્તી મારા વાળ કાપ્યા, પૂરૂં ખાવા નથી આપતા

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
સાસુએ જબરદસ્તી મારા વાળ કાપ્યા, પૂરૂં ખાવા નથી આપતા 1 - image


રાણાવાવ પંથકની પરિણીતાની વિતક મારી બાળકીને અડવાની પણ મને છૂટ નથી: 181 અભયમ ટીમે સાસરિયાના ત્રાસથી મુક્ત કરાવી

પોરબંદર, : રાણાવાવ પંથકની પરિણીતાને સાસરીયાઓના ત્રાસથી મુક્ત કરી 181 ટીમે કાઉન્સેલિંગ કરી તેને પિયર મોકલી આપી છે. રાણાવાવ તાલુકાના ગામમાંથી એક મહિલાએ 181 અભયમમાં ફોન કરી જણાવેલ કે, મારી પુત્રીને છેલ્લા ત્રણ વર્ષથી તેના પતિ અને સાસરીપક્ષ અમારે ઘરે નથી આવા દેતા કે ફોન પર વાત પણ કરવા દેતા નથી, તેને સતત મારકૂટ કરીને ઘરમાં પુરીને જ રાખે છે, જેથી કંટાળીને મારી પુત્રીએ અમને ફોન કરી જણાવેલ કે, તમે મને આવી ને લઈ જાવ નહિતર મારા સાસરીવાળા મને મારી નાખશે. અમે અમારી પુત્રીને લેવા માટે એકલા જઈએ તો તેમના સાસરીવાળા અમારી પર ખોટો આરોપ નાખી પોલીસ કેસ કરે છે, જેથી તમે અમારી પુત્રીને તેમના સાસરી પક્ષના ત્રાસ થી મુકત કરવામાં મદદ કરો.અભયમ ટીમે સ્થળ પર પહોંચી જઈને રાણાવાવ-આદિત્યાણા પોલીસ ચોકીના સ્ટાફની મદદ દ્વારા પોલીસ ચોકી પર પિડીત મહિલા સાથે વાતચીત કરતાં મહિલાએ કહ્યું કે મારી ચાર માસની બાળકીને સાસરીવાળા જ રાખે અને મને ટચ પણ કરવા નથી દેતા. બાળકીનો જન્મ થયો તેના બીજા દિવસથી જ ઘરનું બધુ જ કામ કરાવતા, જમવાનુ પણ પુરૂ ના આપે, મારા સાસુએ મારા વાળ પણ જબરજસ્તીથી કટ કરી નાખ્યા. હાલ હું બાળકી સાથે મારા પિયર જવા જ માંગુ છું, સાસરીમાં નથી રહેવુ. 

આદિત્યાણા પોલીસ ચોકીના પી.એસ.આઈ, જમાદાર તથા 181 ટીમના કાઉન્સેલર મીરા માવદિયા, પોલીસ કોન્સ્ટેબલ સેજલબેન પંપાળીયા દ્વારા મહિલાને પ્રોત્સાહન આપી તેની ચાર માસની બાળકી અપાવેલ અને તેના પતિ તથા સાસરીવાળા વિરૂધ્ધ આગળની કાર્યવાહી માટે આદિત્યાણા પોલીસ ચોકીમાં સોપેલ છે


Google NewsGoogle News