દિવાળી વેકેશન દરમિયાન પાલિકાનું સરથાણા નેચર પાર્ક તમામ દિવસ ખુલ્લું રહેશે

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
દિવાળી વેકેશન દરમિયાન પાલિકાનું સરથાણા નેચર પાર્ક તમામ દિવસ ખુલ્લું રહેશે 1 - image


                                                        Image Source: Facebook

વેકેશન દરમિયાન મનોરંજન માટે પાલિકાનું નેચર પાર્ક સુરતીઓની પહેલી પસંદ: મુલાકાતીઓનો ધસારો હોવાથી અડધો કલાક નો સમય વધારાયો 

સુરત, તા. 10 નવેમ્બર 2023 શુક્રવાર 

સુરતમાં દિવાળીના વેકેશન દરમિયાન સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો વતન જઈ રહ્યા છે તો બીજી તરફ સુરતમાં રહેતા સુરતીઓ વેકેશન દરમિયાન મનોરંજન માટે પાલિકાના સરથાણા નેચર પાર્ક ની મુલાકાત સૌથી વધુ કરે છે તેના કારણે સુરત પાલિકાએ વેકેશનના તમામ દિવસ નેચર પાર્ક ખુલ્લો રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત મુલાકાતીઓના સમયમાં અડધો કલાકનો પણ વધારો કરવામાં આવ્યો છે. 

સુરત મહાનગરપાલિકાના સરથાણા ખાતે આવેલા ડો.શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ ગાર્ડન પ્રાણીસંગ્રહાલયમાં દિવાળી વેકેશન નાં સમયગાળા - દરમ્યાન મુલાકાતીઓના ધસારાને ધ્યાને રાખી નેચરપાર્ક અઠવાડિયાના સાતે સાત દિવસોએ (સોમવાર સહિત) ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા દર સોમવારે નેચરપાર્ક બંધ રહેતું હતું પરંતુ વેકેશન દરમિયાન સોમવારે રજા પણ રદ કરવામાં આવી છે.

સરથાણા નેચર પાર્કમાં મુલાકાતને પ્રવેશ આપવા પ્રવેશ ટીકીટ બારીઓ સાંજે ૫-૦૦ કલાકની જગ્યાએ 5-30૦ કલાક સુધી ચાલુ રાખવા અને પ્રવેશ મેળવેલા મુલાકાતીઓને સાંજે 6.00 કલાક સુધી હરવા-ફરવા દેવા નિર્ણય કરેલ છે. આમ નેચરપાર્ક માં વેકેશન દરમિયાન અઠવાડિયાના તમામ દિવસ અને વધુ સમય માટે મુલાકાતો મુલાકાતથી લઈ શકશે અને શહેરના તમામ નાગરિકોને બાળકો સાથે વન્ય જીવ અને વન્ય સૃષ્ટિ ની વિવિધ બાબતોની જાણકારી મેળવી શકશે.


Google NewsGoogle News