Get The App

રાજકોટના ધમધમતા યુનિવર્સિટી રોડ પર 54 શોરૂમ દુકાનોમાં માર્જિન ખુલ્લા કરાવતી મહાપાલિકા

- રૂપિયા 1.67 કરોડની વોકળાની જમીન દબાવીને ખડકાયેલા 24 મકાનો તોડી પડાયા

Updated: Nov 23rd, 2021


Google News
Google News
રાજકોટના ધમધમતા યુનિવર્સિટી રોડ પર 54 શોરૂમ દુકાનોમાં માર્જિન ખુલ્લા કરાવતી મહાપાલિકા 1 - image


રાજકોટ, તા. 23 નવેમ્બર 2021 મંગળવાર

રાજકોટમાં વાહન વ્યવહારથી સૌથી ધમધમતા તેમજ સૌથી પોશ વિસ્તાર ગણાતા યુનિવર્સિટી રોડ ઉપર લાંબા સમય સુધી મહાપાલિકાએ નજર નહીં નાખતા માર્જિન અને પાર્કિંગ માં દબાણો ફેરફારો થઇ ગયા હતા. તાજેતરમાં મહાપાલિકાએ એક ધમધમતો માર્ગ પસંદ કરી ત્યાં પોલીસ કાફલા સાથે પાલિકાના તમામ વિભાગો દ્વારા દબાણ હટાવો સ્વચ્છતા સહિતની કામગીરી નો અભિયાન શરૂ કરાયું છે.

જે અન્વયે આજે યુનિવર્સિટી રોડ પર શો રૂમ દુકાનો સહિત 54 સ્થળોએ માર્જિન અને પાર્કિંગ દબાયેલા નજરે પડતાં તેના પર આડસો બાંધકામ ફ્રેમ વગેરે દૂર કરી આશરે છ હજાર ચોરસમીટર જમીન વાહન વ્યવહાર અને પાર્કિંગ માટે ખુલ્લી કરાવી છે. આ સાથે જ મહાપાલિકા દ્વારા ત્યાં સઘન સ્વચ્છતા તેમજ ગંદકી કરનારને દંડ કરવા સહિતની અને ફૂડ ચેકિંગ સહિતની કામગીરી પણ કરવામાં આવી હતી.

રાજકોટના ધમધમતા યુનિવર્સિટી રોડ પર 54 શોરૂમ દુકાનોમાં માર્જિન ખુલ્લા કરાવતી મહાપાલિકા 2 - image

બીજી તરફ રાજકોટમાં વોર્ડ નંબર 15 નવા થોરાળા વિસ્તારમાં થોરાળા પોલીસ ચોકી પાસે નદી તરફ વહેતા વોકળામાં પંદરથી વીસ વર્ષ દરમિયાન ઘુસણખોરી કરીને કાચા પાકા મકાનો ખડકાઇ ગયા હતા. પાણીના વહેવાના માર્ગ ઉપર દબાવેલી આ જમીન પરના દબાણો સામે અંતે મહાપાલિકાએ નજર નાખી હતી અને આજે કમિશનરની સૂચનાથી ટીપી શાખા દ્વારા આ મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું. 

દબાણ કરાયેલી વર્ષોથી રહેવા માટે વપરાતી અને આજે ખુલ્લી કરાયેલી જમીન ની બજાર કિંમત આશરે રૂપિયા 1.67 કરોડ થાય છે. તેમ મહાપાલિકા સૂત્રોએ જણાવ્યું હતું.


Tags :
Rajkot-Municipal-Corporation

Google News
Google News